+

શિક્ષક ભરતી કૌભાંડમાં મમતા સરકારને ઝટકો, કલકત્તા હાઈકોર્ટે શિક્ષકોની ભરતીને રદ્દ કરી

પશ્ચિમ બંગાળ (West Bengal) ના 24 હજાર શિક્ષકો (24,000 Teachers) ની નોકરી જોખમમાં આવી ગઇ છે. શિક્ષક ભરતી કૌભાંડ કેસ (Teacher Recruitment Scam Case) માં પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર…

પશ્ચિમ બંગાળ (West Bengal) ના 24 હજાર શિક્ષકો (24,000 Teachers) ની નોકરી જોખમમાં આવી ગઇ છે. શિક્ષક ભરતી કૌભાંડ કેસ (Teacher Recruitment Scam Case) માં પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકાર (Mamata Banerjee Government) ને કોલકાતા હાઈકોર્ટ (Calcutta High Court) તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં શાળા નોકરી કૌભાંડ (School Job Scam) હેઠળ 2016 માં કરવામાં આવેલી દરેક ભરતીને રદ કરી દીધી છે. કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે, 2016માં SSC હેઠળ કરવામાં આવેલી દરેક ભરતી અમાન્ય છે. તેને તાત્કાલિક અસરથી રદ કરવી જોઈએ. શિક્ષકો ઉપરાંત અન્ય કર્મચારીઓની ભરતીમાં ગેરરીતિઓ જણાઈ આવતાં તેમની ભરતી રદ કરવામાં આવી છે.

કોર્ટના આદેશ બાદ ED, CBI કરી રહી છે તપાસ

ભરતી કૌભાંડમાં પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જી અને તૃણમૂલના ઘણા અધિકારીઓ તેમજ રાજ્યના શિક્ષણ વિભાગના ઘણા અધિકારીઓ જેલના સળિયા પાછળ ગયા છે. કોલકાતા હાઈકોર્ટના આદેશ બાદ ED અને CBI બંને કથિત અનિયમિતતાઓની તપાસ કરી રહ્યા છે. આ કૌભાંડ સંબંધિત તમામ કેસોની સુનાવણી 20 માર્ચે પૂર્ણ થઈ હતી અને ડિવિઝનલ બેન્ચે ચુકાદો અનામત રાખ્યો હતો. હવે લગભગ એક મહિના પછી, જસ્ટિસ દેબાંગસુ બસાક અને જસ્ટિસ મોહમ્મદ શબ્બર રશીદીની ડિવિઝન બેન્ચે આ કૌભાંડને લગતી અનેક અરજીઓ અને અપીલો પર પોતાનો ચુકાદો આપ્યો. જોકે કોર્ટે આ કેસમાં એક મહિલાની નોકરી યથાવત રાખી છે. આ મહિલા સોમા દાસ છે, જે કેન્સરની દર્દી છે. કોર્ટે પ્રશાસનને 15 દિવસમાં નવી ભરતી માટે કાર્યવાહી કરવા જણાવ્યું છે. જણાવી દઇએ કે, આ નોકરી લેવા માટે રૂ.5થી 15 લાખ લેવાનો આરોપ છે.

  • શિક્ષક ભરતી કૌભાંડમાં મમતા સરકારને ઝટકો
  • કોલકાત્તા હાઈકોર્ટે શિક્ષકોની ભરતીને રદ્દ કરી
  • નવી પેનલ બનાવવા SSCને હાઈકોર્ટનો આદેશ
  • 2016માં કરાયેલી 24 હજાર શિક્ષકની નોકરી રદ્દ
  • નોકરી માટે રૂ.5થી 15 લાખ લેવાનો છે આરોપ
  • પૂર્વ શિક્ષણમંત્રી પાર્થ ચેટર્જી હાલ જેલમાં છે બંધ
  • કોર્ટના આદેશ બાદ ED, CBI કરી રહી છે તપાસ
  • નવી પેનલ બનાવવા SSCને હાઈકોર્ટનો આદેશ
  • શિક્ષક ભરતી કૌભાંડમાં CBI તપાસ ચાલુ રહેશે

શું છે કૌભાંડ અને સમગ્ર મામલો?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 2014માં જ્યારે પાર્થ ચેટર્જી શિક્ષણ મંત્રી હતા, ત્યારે પશ્ચિમ બંગાળના સ્ટાફ સિલેક્શન કમિશને શિક્ષકોની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. ભરતી પ્રક્રિયા 2016 માં પૂર્ણ થઈ હતી, પરંતુ અરજદારોએ અનિયમિતતાના આરોપમાં કોલકાતા હાઈકોર્ટમાં અરજી કરી હતી. ભલામણ કરેલ અરજદારોને ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. સંખ્યાઓ ઓછી હોવા છતાં નોકરીઓ આપવામાં આવી હતી, તેમ છતાં નોકરી મેળવનાર મોટાભાગના લોકોએ TET પાસ કરી ન હતી. 5 વર્ષ સુધી ચાલેલી સુનાવણી પછી, મે 2022 માં, હાઇકોર્ટે CBIને આ ભરતીની તપાસ કરવાનો આદેશ આપ્યો, કારણ કે ફરિયાદીઓએ આરોપ મૂક્યો હતો કે ભરતી માટે 5 થી 15 લાખ રૂપિયાની લાંચ લેવામાં આવી હતી, જ્યારે ED પણ આ કૌભાંડમાં મની લોન્ડરિંગના એંગલથી તપાસ શરૂ કરી. પુરાવા મળ્યા બાદ EDએ તે સમયે શિક્ષણ મંત્રી રહેલા પાર્થ ચેટરજી અને તેમના નજીકના સહયોગી અર્પિત મુખર્જીની ધરપકડ કરી હતી. આ કાર્યવાહી બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પાર્થ ચેટરજીને પદ પરથી હટાવીને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા.

આ પણ વાંચો – TMC Manifesto Declared: CM મમતા બેનર્જીએ ઘોષણા પત્રમાં CAA દેશમાં રદ કરવાની જાહેરાત કરી

આ પણ વાંચો – West Bengal : મમતાની ઈજા પર ભાભી કજરી બેનર્જીનું નિવેદન, કહ્યું- ‘તેને ઘરમાં કોણ ધક્કો મારશે?’

Whatsapp share
facebook twitter