Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Price Hike : આ મોંઘવારી કોઈ તો રોકો…હવે સાબુ અને ડિટર્જન્ટ થયા મોંઘા

09:13 PM Jun 17, 2024 | Hiren Dave

Price Hike ; ફુગાવાથી કોઈ રાહત મળી નથી. શાકભાજી અને કઠોળના વધતા ભાવથી સામાન્ય લોકો પરેશાન હતા. પરંતુ હવે FMCG કંપનીઓએ સામાન્ય લોકોને મોંઘવારીનો મોટો ઝટકો આપ્યો છે. છેલ્લા 2 થી 3 મહિનામાં FMCD કંપનીઓએ તેમના ખાદ્યપદાર્થો અને પર્સનલ કેર ઉત્પાદનોના ભાવમાં 2 થી 17 ટકાનો વધારો કર્યો છે.

ખાદ્ય વસ્તુઓના ભાવ 3 થી 17 ટકા મોંઘા થયા

મળતી માહિતી અનુસાર FMCG કંપનીઓએ સાબુ અને બોડી વૉશ જેવી પ્રોડક્ટની કિંમતમાં 2 થી 9 ટકાનો વધારો કર્યો છે. હેર ઓઈલના ભાવમાં 8 થી 11 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે પસંદગીની ખાદ્ય વસ્તુઓના ભાવ 3 થી 17 ટકા મોંઘા થયા છે. 2022 અને 2023 ની શરૂઆતમાં પણ કંપનીઓએ ઈનપુટ ખર્ચમાં વધારાને કારણે કિંમતોમાં વધારો કર્યો હતો. પરંતુ કંપનીઓએ નાણાકીય વર્ષ 2023-24માં કિંમતો વધારવાનું ટાળ્યું હતું. પરંતુ હવે ફરી એફએમસીજી કંપનીઓએ ભાવ વધારવાનું શરૂ કરી દીધું છે.

FMCG કંપનીઓ ચાલુ વર્ષમાં  2 થી 4 ટકાનો કર્યો વધારો

ક્રૂડ કે પામ ઓઈલના ભાવમાં ઘટાડો થવા છતાં દૂધ, ખાંડ, કોફી, કોપરા અને જવ જેવી અન્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો જોવા મળ્યો છે. બિકાજી નાણાકીય વર્ષ 2024-25માં તેના ઉત્પાદનોની કિંમતોમાં 2 થી 4 ટકાનો વધારો કરી શકે છે અને કંપનીએ એપ્રિલથી આ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે તેના સ્પર્ધકોની સરખામણીમાં કિંમતમાં ફેરફાર કરવાનું શરૂ કર્યું છે. ડાબર ઈન્ડિયા અને ઈમામી જેવી FMCG કંપનીઓ ચાલુ વર્ષમાં સિંગલ ડિજિટમાં ભાવવધારા પર વિચાર કરી રહી છે.

ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે તેના પસંદ કરેલા સાબુના ભાવમાં 4 થી 5 ટકાનો વધારો કર્યો છે. કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝ એન્ડ ટ્રેડના જણાવ્યા અનુસાર, હિન્દુસ્તાન યુનિલિવરે ડવના ભાવમાં 2 ટકા સુધીનો વધારો કર્યો છે. વિપ્રોએ સંતૂરની કિંમતમાં 3 ટકાનો વધારો કર્યો છે. કોલગેટે પામોલિવ બોડી વોશના ભાવમાં જ્યારે પિયર્સ બોડી પોશના ભાવમાં 4 ટકાનો વધારો કર્યો છે.હિન્દુસ્તાન યુનિલિવર,પ્રોક્ટર એન્ડ ગેમ્બલ હાઇજીન એન્ડ હેલ્થકેર અને ટાયટીલેબ્સે તેમના સિલેક્ટ પેકના ભાવમાં 1 થી 10 ટકાનો વધારો કર્યો છે. હિન્દુસ્તાન યુનિલિવરે તેના શેમ્પૂ અને સ્કિન-કેર પ્રોડક્ટ્સની કિંમતોમાં વધારો કર્યો છે. નેસ્લેએ કોફીના ભાવમાં 8 થી 13 ટકાનો વધારો કર્યો છે. મેગી ઓટ્સ નૂડલ્સના ભાવમાં પણ 17 ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને આશીર્વાદ આખા ઘઉંના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

આ પણ  વાંચો  – RBI એ આ બેંકનું લાયસન્સ કર્યું રદ્દ, ગ્રહકો મુશ્કેલીમાં મુકાયા

આ પણ  વાંચો  – Budget માં નોકરીઓ અંગે થશે મોટી જાહેરાત? જાણો બજેટમાં શું હશે ખાસ

આ પણ  વાંચો  – Gold and Silver : સોનું 1 લાખને પાર કરશે? આ કારણોથી સોનું વધુ ચમકશે