Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

બસ, ઓટોની મુસાફરી પણ થશે મોંઘી, આ રાજ્યએ કરી ભાવ વધારાની જાહેરાત

01:21 AM Apr 23, 2023 | Vipul Pandya

પેટ્રોલ,ડીઝલ, ગેસ, ફળ-શાકભાજી સહિતની તમામ ચીજવસ્તુઓના ભાવમાં થયેલા જંગલી વધારાને
કારણે સામાન્ય જનતા મોંઘવારીથી ત્રસ્ત છે. હવે સામાન્ય લોકોને ટૂંક સમયમાં મોંઘા
ભાડાનો બોજ સહન કરવો પડશે. બસ
, ઓટો જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટનું ભાડું
આવતા મહિનાથી વધવા જઈ રહ્યું છે.
કેરળ સરકારે બસ, ઓટો, ટેક્સીના લઘુત્તમ ભાડામાં વધારો કરવાની
જાહેરાત કરી છે. વધેલું ભાડું
1 મે 2022થી લાગુ થશે. અન્ય રાજ્યોની સરકારો પણ આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લઈ
શકે છે.

દિલ્હી, મુંબઈ જેવા ઘણા શહેરોમાં છેલ્લા 15 દિવસમાં CNGના ભાવમાં 15 રૂપિયા પ્રતિ કિલો સુધીનો વધારો થયો છે, જ્યારે ડીઝલના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જેને જોતા ઓટો અને ખાનગી બસના માલિકો ભાડું વધારવાની માંગ કરી રહ્યા
છે. રાજ્ય સરકારો માટે લાંબા સમય સુધી સરકારી બસોનું ભાડું વર્તમાન સ્તરે જાળવી
રાખવું મુશ્કેલ બનશે. તેઓને પણ ટૂંક સમયમાં બસના ભાડામાં વધારો કરવાની ફરજ પડશે.


બસના ભાડામાં 25 ટકાનો વધારો

કેરળના પરિવહન મંત્રી એન્ટની રાજુએ જણાવ્યું કે બસનું લઘુત્તમ ભાડું 8 રૂપિયાથી વધારીને 10 રૂપિયા કરવામાં આવ્યું છે. આ પછી
સરકારે પ્રતિ કિલોમીટર ભાડું
90 પૈસાથી વધારીને 1 રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓ માટે
ટિકિટના દરમાં વધારાના મુદ્દાની તપાસ માટે એક કમિશનની રચના કરવામાં આવી છે.


ઓટો ભાડામાં 20%નો વધારો

એન્ટની રાજુએ કહ્યું કે સરકારે ઓટો ભાડામાં પણ વધારો કરવાનો નિર્ણય
લીધો છે. હવે પ્રથમ બે કિલોમીટર માટે
30 રૂપિયા ચાર્જ
કરવામાં આવશે. આ પછી દરેક કિલોમીટર માટે
15 રૂપિયા લેવામાં
આવશે. હાલમાં પહેલા દોઢ કિલોમીટર માટે
25 રૂપિયા અને
ત્યારબાદ દરેક કિલોમીટર માટે
12 રૂપિયા વસૂલવામાં આવે છે.


આ ભાવ વધારો મેથી લાગુ થશે

જ્યાં સુધી ટેક્સીના ભાડાનો સવાલ છે રાજ્ય સરકારે 1,500 સીસી એન્જિન ક્ષમતા ધરાવતી કાર માટે
પ્રથમ
5 કિમી માટે લઘુત્તમ ભાડું ઘટાડીને રૂ. 200
કર્યું છે. હાલમાં તે રૂ. 175 છે. તેનાથી વધુ ક્ષમતા ધરાવતી કારનું લઘુત્તમ ભાડું 200 રૂપિયાથી વધારીને 225 રૂપિયા કરવામાં આવ્યું છે. ટેક્સી
ડ્રાઇવરો પ્રતિ કિલોમીટર
20 રૂપિયા વસૂલશે. આ ભાવ વધારો 1 મેથી લાગુ થશે.