Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Bulgarian girl rape case : રાજીવ મોદીના છારોડી ફાર્મ હાઉસ બહાર પોલીસે લગાવી નોટિસ

11:24 AM Jan 18, 2024 | Hardik Shah

Bulgarian girl rape case : અમદાવાદની નામાંકિત ફાર્મા કંપની કેડીલાના માલિક રાજીવ ઇન્દ્રવદન મોદી (Rajiv Indravadan Modi) ની મુશ્કેલીઓમાં વધારો થયો છે. બલ્ગેરિયન યુવતીએ રાજીવ મોદી (Rajiv Indravadan Modi) વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, ત્યારબાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. આ કેસની સચ્ચાઇ જાણવા માટે પોલીસે રાજીવ મોદીના છારોડી ખાતેના ફાર્મ હાઉસમાં કામ કરતા રસોઈયા, સિક્યોરિટી ગાર્ડ, સફાઈ કર્મચારી સાથે કંપનીના કર્મચારી ગણીને 40 લોકોના નિવેદન લીધા છે. તેટલું જ નહીં પોલીસે રાજીવ મોદીના છારોડી ફાર્મ હાઉસ બહાર એક નોટિસ લગાવી છે. શું લખ્યું છે આ નોટિસમાં આવો જાણીએ…

પોલીસે રાજીવ મોદીના છારોડી ફાર્મ હાઉસ બહાર લગાવી નોટિસ

બલ્ગેરિયન યુવતીએ નામાંકિત ફાર્મા કંપની કેડીલાના CMD રાજીવ ઇન્દ્રવદન મોદી સામે ફરિયાદ કરતી અરજી કરી છે જેમાં તેણે આરોપ લગાવ્યો કે તેની સાથે દુષ્કર્મ થયું છે. ત્યારબાદ પોલીસ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. મળતી માહિતી અનુસાર, પોલીસ રાજીવ મોદીના છારોડી ખાતેના ફાર્મ હાઉસ પહોંચી હતી જ્યા તેમણે સિકયોરિટી ગાર્ડ, રસોઈયા, સફાઈ કર્મચારી તેમજ કંપનીના કર્મચારી મળીને 40 લોકોના નિવેદન લીધા છે. વળી બીજી તરફ સામે આવ્યું છે કે, રાજીવ મોદી ફરિયાદ થયા બાદ વિદેશ ભાગી ગયા છે. છારોડી પહોંચેલી પોલીસે રાજીવ મોદીને હાજર થવા માટે તેમના ફાર્મ હાઉસની દીવાલ ઉપર નોટિસ લગાવી દીધી છે. જેમા જલ્દી જ પોલીસ સમક્ષ હાજર થવાનો ઉલ્લેખ કર્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. સમગ્ર મામલો ગરમ થતા જ રાજીવ મોદી વિદેશ ભાગી ગયા છે. આ કેસમાં પોલીસે રાજ્ય બહાર રહેતા લોકોના પણ નિવેદન લેશે.

કેડિલા ફાર્માના CMD વિશે યુવતીએ શું કહ્યું ?

બલ્ગેરિયન યુવતીએ કેડિલા ફાર્માના CMD ડો. રાજીવ મોદી (Rajiv Modi) પર દુષ્કર્મનો આરોપ લગાવતા ગુજરાત ફર્સ્ટ (Gujarat First Exclusive) સાથે વાતચીત કરી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી અને મોટા ખુલાસા કર્યા હતા. યુવતીએ કહ્યું કે, મને પહેલાં કહેવાયું હતું કે, મારે કેડિલા ફાર્મામાં ફ્લાઇટ અટેન્ડન્ટનું તરીકે કામ કરવાનું છે અને પછી મને ખબર પડી કે મારે પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરવાનું છે. તેણે આગળ કહ્યું કે, આ લોકો ખોટી રીતે યુવતીઓને ભારતમાં લાવે છે. એ મને એના વિકલ્પ તરીકે રાખતા હતા. મારે સમાજને બતાવવું છે કે, ગુજરાતમાં યુવતીઓ સાથે આવું થઇ રહ્યું છે.  હું ઈચ્છું છુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાત સરકાર અને મુખ્ય ન્યાયાધીશ આ વાત પર કડક પાગલાં લે.

ઉલ્લેખનીય છે કે, બલ્ગેરિયાની 27 વર્ષીય એક યુવતી કેડિલા ફાર્મા કંપનીના માલિક ડો. રાજીવ મોદીની પર્સનલ આસિ. તરીકે કામ કરતી હતી. યુવતીએ રાજીવ મોદી અને અન્ય એક વ્યક્તિ જોહન્સન મેથ્યૂ વિરુદ્ધ દુષ્કર્મના આરોપ લગાવી IPC ની કલમ 376, 354, 506 (2) મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં સોલા પોલીસે 40 લોકોના નિવેદન લીધા છે. જણાવી દઇએ કે, હાઈકોર્ટમાં અરજી થયા બાદ સોલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ છે.

આ પણ વાંચો – Gujarat High Court : કેડીલાના CMD રાજીવ મોદી કેસમાં ડીઆઇજી કક્ષાના અધિકારીને કેસની તપાસ કરવા આદેશ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ