Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Budget 2024: વંદે ભારતને લઈને કરાઇ આ મોટી જાહેરાત

02:20 PM Feb 01, 2024 | Hiren Dave

Budget 2024 : નાણામંત્રી નિર્મલા સીતારમણે Budget 2024રજૂ કર્યું છે. સરકારે બજેટમાં રેલવે મુસાફરોને મોટી ભેટ આપી છે. નાણામંત્રીએ જાહેરાત કરી છે કે દેશમાં 40 હજાર ટ્રેનના કોચને વંદે ભારતમાં બદલવામાં આવશે. તેનાથી રેલવેમાં મુસાફરી કરતા તમામ મુસાફરોને ઘણો ફાયદો થશે.

 

 

ત્રણ નવા રેલ કોરિડોર શરૂ થશે

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, દરેકને કાયમી ઘર આપવામાં આવશે. સ્કિલ ઈન્ડિયામાં 1.47 કરોડ યુવાનોને તાલીમ આપવામાં આવી છે. પીએમ મત્સ્ય સંપદા યોજનાનો વિસ્તાર કરવામાં આવશે. માછલીનું ઉત્પાદન બમણું થયું છે. પીએમ મોદીએ જય અનુસંધાનનો નારો આપ્યો છે. તેને સાકાર કરવા માટે પગલાં લેવામાં આવશે. છેલ્લા 4 વર્ષમાં આર્થિક વૃદ્ધિ ઝડપી બની છે. યુવા શક્તિ ટેકનોલોજી યોજના બનાવશે. ત્રણ રેલ કોરિડોર શરૂ કરવામાં આવશે. પેસેન્જર ટ્રેનોના સંચાલનમાં સુધારો થશે. પીએમ ગતિ શક્તિ યોજના હેઠળ કામ ઝડપી કરવામાં આવશે. માલવાહક પ્રોજેક્ટ પણ વિકસાવવામાં આવશે. 40 હજાર સામાન્ય રેલ કોચને વંદે ભારતમાં રૂપાંતરિત કરવામાં આવશે. એરપોર્ટની સંખ્યામાં વધારો થયો છે. એવિએશન કંપનીઓ એક હજાર એરક્રાફ્ટનો ઓર્ડર આપીને આગળ વધી રહી છે.

 

રેલવે અને એવિએશનમાં સુધારો કરવામાં આવ્યો

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, છેલ્લા 4 વર્ષમાં આર્થિક વૃદ્ધિ ઝડપી બની છે. જેના સાથે જ દેશમાં ત્રણ રેલવે કોરિડોર શરૂ કરવામાં આવશે. પેસેન્જર ટ્રેનોના સંચાલનમાં સુધારો કરવામાં આવશે. પીએમ ગતિ શક્તિ યોજના હેઠળ કામ ઝડપી કરવામાં આવશે. માલવાહક પ્રોજેક્ટ પણ વિકસાવવામાં આવશે. 40 હજાર સામાન્ય રેલ કોચને વંદે ભારતમાં રૂપાંતરિત કરવામાં આવશે. એરપોર્ટની સંખ્યામાં વધારો થયો છે. એવિએશન કંપનીઓ એક હજાર એરક્રાફ્ટનો ઓર્ડર આપીને આગળ વધી રહી છે. રેલવે-દરિયાઈ માર્ગને જોડવા પર પણ ભાર મૂકવામાં આવશે. ટાયર 2 અને ટાયર 3 શહેરોને હવાઈ માર્ગે જોડવામાં આવશે. લક્ષદ્વીપમાં નવા પ્રોજેક્ટ શરૂ થશે.

 

2.40 લાખ કરોડનો મૂડી ખર્ચ
ગયા વર્ષના બજેટમાં રેલ્વે પર 2.40 લાખ કરોડ રૂપિયાના મૂડી ખર્ચની જાહેરાત કરવામાં આવી હતી. આ 2013-14માં રેલવે પરના મૂડી ખર્ચ કરતાં 9 ગણો હતો. તમને જણાવી દઈએ કે, રેલ્વે પર મોદી સરકારનું ફોકસ રહ્યું છે. સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં રેલવેમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસની કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ સરકાર દ્વારા વંદે ભારત જેવી આધુનિક ટ્રેનો શરૂ કરવામાં આવી છે.દેશની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ફેબ્રુઆરી 2019માં દિલ્હી અને વારાણસી વચ્ચે શરૂ કરવામાં આવી હતી. હાલમાં દેશના વિવિધ રાજ્યોમાં 30 થી વધુ વંદે ભારત એક્સપ્રેસ દોડી રહી છે. હાલમાં ચાલી રહેલી તમામ વંદે ભારત એક્સપ્રેસ ચેરકાર શ્રેણીની છે. સરકાર આગામી સમયમાં સ્લીપર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાની યોજના ધરાવે છે, જેથી લાંબા રૂટ પર પણ વંદે ભારત ટ્રેન ચલાવી શકાય.

 

આ  પણ  વાંચો  Budget 2024 Live : વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવીશું : નાણામંત્રી