+

Budget 2024: ભારતની અર્થવ્યવસ્થામાં આવ્યું મોટું પરિવર્તન, 2047 માં વિકસિત થઈ જઈશુંઃ નાણાંમંત્રી

Budget 2024: ભારતના નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 2024નું બજેટ (Budget 2024) સંસદમાં રજુ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમના ભાષણની શરૂઆતમાં તેમણે કહ્યું હતું કે, ભારતના લોકો ભવિષ્ય તરફ…

Budget 2024: ભારતના નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 2024નું બજેટ (Budget 2024) સંસદમાં રજુ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમના ભાષણની શરૂઆતમાં તેમણે કહ્યું હતું કે, ભારતના લોકો ભવિષ્ય તરફ નજર રાખીને બેઠા છે અને આશા સેવી રહ્યા છે કે, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં અમે આગળ વધી રહ્યા છીએ. છેલ્લા 10 વર્ષોમાં ભારતની અર્થવ્યવસ્થામાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે. 2024માં ભારતના ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. સરકારે તેના પર કાબુ પણ મેળવ્યો છે અને સંતુલન પણ જાળવી રાખ્યું છે, તેની સાથે લોકોના હિતોને ધ્યાનમાં રાખીને સુધારો પણ કર્યો છે.

બજેટને લઈને કરી આ ખાસ વાત

બજેટના ભાષણ દરમિયાન નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ‘લોકોના હિતોને ધ્યાને રાખીને કાર્યો શરૂ કરવામાં આવ્યા. પ્રજાને વધારેમાં વધારે રોજરાગીની તકો પ્રદાન કરવામાં આવી છે. દેશના લોકોમાં અત્યારે નવી ઉમ્મીદ અને ઉદ્દેશ્યો નિર્માણ પામ્યા છે. લોકોએ અમને બીજી વાર સત્તા સોંપી છે. અમે વધારેમાં વધારે વિકાસની વાતો કરી છે, પ્રધાનમંત્રી સૌનો સાથ, સૌનો વિશ્વાસ અને બધાનો પ્રયાસના મંત્ર સાથે આગળ વધ્યા છે.’

80 કરોડ લોકોને મફતમાં અનાજ આપ્યુંઃ નાણાંમંત્રી

પોતાના ભાષણમાં કેન્દ્રીય નાણાં મંત્રીએ કહ્યું કે, ‘અમે દરેક ઘરમાં જળ, દરેકને વીજળી, ગેસ, નાણાંની સેવા અને બેંક એકાઉન્ટ ખોલવાના કામ કર્યા છે. અમે અનાજની સમસ્યાને દૂર કરી અને 80 કરોડ લોકોને મફતમાં અનાજ પહોંચાડ્યું છે. આ સાથે અમે મૂળભૂત જરૂરીયાતોને પૂરી કરી બતાવી છે જેનાથી ગામડાંના લોકોની આવકમાં વધારો થયો છે. 2047માં ભારત વિકસિત ભારત બની જશે. અત્યારે અમે લોકોને સશક્ત બનાવવાનું કામ કરી રહ્યા છીએ. અમે ભ્રષ્ટાચાર અને ભાઈ-ભત્રિજાવાદને ખતમ કરી નાખ્યો છે.’

આ પણ વાંચો: પોલીસ બેડામાં બદલીઓનો દોર યથાવત, ગૃહ વિભાગે આપ્યા આદેશ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter