+

બ્રિટિશ પીએમ બોરિસ જોન્સન યુક્રેનની મુલાકાતે, જોન્સન અને ઝેલેન્સકી કિવની ગલીઓમાં નિકળ્યા

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને દોઢ મહિનાથી વધારે સયમ થઈ ગયો છે પરંતુ યુદ્ધ બંધ થવાનું નામ નથી લઈ રહ્યું. યુક્રેનના શહેરો હાલ ખંઢેર થઈ ચુક્યા છે. ત્યારે હવે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન યુક્રેનની રાજધાની કિવ પહોંચ્યા છે. બોરિસ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને મળ્યા અને કિવની શેરીઓમાં નિકળ્યા હતા. આ દરમિયાન તેમણે સ્થાનિક લોકો સાથે વાતચીત કરી અને તેમની સ્થિતિ à

રશિયા
અને યુક્રેન વચ્ચેના યુદ્ધને દોઢ મહિનાથી વધારે સયમ થઈ ગયો છે પરંતુ યુદ્ધ બંધ
થવાનું નામ નથી લઈ રહ્યું. યુક્રેનના શહેરો હાલ ખંઢેર થઈ ચુક્યા છે. ત્યારે હવે
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ
જોન્સન યુક્રેનની રાજધાની કિવ પહોંચ્યા છે. બોરિસ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર
ઝેલેન્સકીને મળ્યા અને કિવની શેરીઓમાં નિકળ્યા હતા. આ દરમિયાન તેમણે સ્થાનિક લોકો
સાથે વાતચીત કરી અને તેમની સ્થિતિ પણ જાણી. બોરિસ અને ઝેલેન્સકીની આ બેઠકને કિવ
અને આસપાસના વિસ્તારોમાંથી રશિયન સેનાની હટાવવા અને યુરોપિયન દેશો પાસેથી
હથિયારોની યુક્રેનની માંગ વચ્ચે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવવામાં આવી રહી છે.


યુક્રેનના શહેરોમાંથી બહાર
આવતા નાગરિકોના મૃતદેહ જોઈને બોરિસે કહ્યું
, ‘આ બધાથી રશિયન રાષ્ટ્રપતિ પુતિનની ઈમેજ પૂરી રીતે બરબાદ થઈ ગઈ છે.
તેમણે આ મુલાકાત એવા સમયે કરી છે જ્યારે યુક્રેનના શહેરોમાંથી રશિયન હુમલામાં
માર્યા ગયેલા લોકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે
રશિયન સેના આ સમયે કિવ અને તેની આસપાસના
વિસ્તારોમાંથી પીછેહઠ કરી છે.


બોરિસે આ દરમિયાન કહ્યું, રશિયાએ વિચાર્યું હતું કે તેઓ થોડા દિવસોમાં યુક્રેન પર કબજો કરી
લેશે પરંતુ તેઓ ખોટા નીકળ્યા. યુક્રેનના નાગરિકોએ બતાવેલી હિંમત સરાહનીય છે.
બ્રિટન, અમેરિકા, જાપાન સહિતના દેશો રશિયાનો વિરોધ કરી રહ્યા છે અને તેના પર વિવિધ
પ્રતિબંધો લગાવી રહ્યા છે. 

Whatsapp share
facebook twitter