Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gondal : સિવિલ હોસ્પિટલવાળો બ્રિજ પાંચ દિવસ બંધ

03:29 PM Dec 01, 2023 | Vipul Pandya

અહેવાલ—વિશ્વાસ ભોજાણી, ગોંડલ

ગોંડલના સો વર્ષથી પણ જુના રાજાશાહી સમયના બંને પુલની હાલત જર્જરીત બની હોવાથી હાઇકોર્ટના નિર્દેશ મુજબ હાલ લોડ ટેસ્ટિંગ કરાઇ રહ્યું છે.પાંજરાપોળના પુલ બાદ હવે સેન્ટ્રલ સિનેમાથી સિવિલ હોસ્પિટલ તરફ જતા પુલનુ લોડ ટેસ્ટિંગ શરુ કરાતા તા.૧/૧૨/૨૩ થી તા.૫/૧૨/૨૩ સુધી પાંચ દિવસ માટે લાઇટ મોટર વ્હિકલ સહિત તમામ પ્રકારના વાહનો ની અવરજવર બંધ કરવા કલેકટર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ થતાં પરીવહન માટે મહત્વનો ગણાતો આ પુલ આજથી પાંચ દિવસ માટે બંધ કરાયો છે.

સિવિલ હોસ્પિટલના દર્દીઓને સમસ્યા

સિવિલ હોસ્પિટલ, ભગવતપરા અને પોલીસ સ્ટેશન જવા આ પુલ મુખ્ય ગણાય છે.ત્યારે સૌથી મોટી સમસ્યા સિવિલ હોસ્પિટલના દર્દીઓ માટે સર્જાઇ છે.હોસ્પિટલમાં સેવા આપતા શિવમ સાર્વજનિક ટ્રસ્ટના દિનેશભાઈ માધડે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી સમસ્યા રજૂ કરી હતી. તેમણે કહ્યુ કે હોસ્પિટલવાળો પુલ બંધ કરાતા ઈમરજન્સીમાં ૧૦૮ કે અન્ય એમ્બ્યુલન્સમાં લવાતા દર્દીઓને છેક પાંજરાપોળ, મોવિયા ચોકડી પરથી હોસ્પિટલ પહોંચાડવા પડશે. એક પુલ બંધ થવાથી પાંજરાપોળના પુલ પર ટ્રાફિક જામની સ્થિતી સર્જાશે. આવા સંજોગોમાં ટ્રાફિક જામ વચ્ચે ફસાયેલી એમ્બ્યુલન્સમાં દર્દીઓની હાલત કફોડી થવા સાથે જોખમ સર્જાતુ હોય છે.

પાંચ દિવસ માટે પુલ બંધ કરાયો

શિવમ સાર્વજનિક ટ્રસ્ટની રજુઆત છતા લોડ ટેસ્ટિંગ કરવાનુ હોવાથી પાંચ દિવસ માટે પુલ બંધ કરાયો છે. આ પુલ બંધ થતા મોટો વિસ્તાર ધરાવતા ભગવતપરા સહિતની સોસાયટીઓ, પોલીસ મથક, એસઆરપી કેમ્પ, સિવિલ હોસ્પિટલ, બાલાશ્રમ સહિત તરફની રોજીંદી અવરજવરને ભારે અસર પડશે. અલબત્ત પાંજરાપોળ પુલથી ડાયવર્ઝન કઢાયુ છે પણ દોઢ થી બે કી.મીનું અંતર કાપવુ પડે તેવી હાલત સર્જાઇ છે.

આ પણ વાંચો–