Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

BREAKING NEWS : એલ્વિશ યાદવની રાજસ્થાનના કોટામાંથી ધરપકડ બાદ છોડી દેવાયો

07:51 PM Nov 04, 2023 | Harsh Bhatt

OTT બિગ બોસ 2 ના વિજેતા એલ્વિશ યાદવની રાજસ્થાનના કોટામાંથી ધરપકડ કરવામાં આવી છે. એલ્વિશ યાદવ પર રેવ પાર્ટીમાં સાપનું ઝેર પીરસવાનો આરોપ છે. જાણીતા યુટ્યુબર એલ્વિશ યાદવ તાજેતરમાં નોઈડામાં રેવ પાર્ટી કેસને લઈને ચર્ચામાં છે. બીજી તરફ મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સમાચાર આવ્યા બાદ સલમાન ખાને એલ્વિશ યાદવનું સમર્થન કર્યું હતું. તાજેતરમાં જ એલ્વિશ યાદવ ‘બિગ બોસ 17’ના સેટ પર જોવા મળ્યો હતો. એલ્વિશ મ્યુઝિક વીડિયો ‘બોલેરો’ના પ્રમોશન માટે બિગ બોસના સેટ પર પહોંચ્યો હતો.

નોઈડા પોલીસે કોઈ સંતોષકારક જવાબ ના આપ્યો

કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસે કોટામાં નાકાબંધી કરી દીધી હતી. આ દરમિયાન એલ્વિશ પણ અહીંથી પસાર થઈ રહ્યો હતો. નાકાબંધી જોઈને તે ભાગવા લાગ્યો હતો, ત્યારબાદ કોટા જિલ્લાની સુકેત પોલીસે તેને કસ્ટડીમાં લીધો. જોકે પૂછપરછ બાદ પોલીસે તેને છોડી દીધો હતો. એલ્વિશને કસ્ટડીમાં લીધા બાદ કોટા પોલીસે ઉત્તર પ્રદેશની નોઈડા પોલીસ સાથે વાત કરી. આ દરમિયાન નોઈડા પોલીસે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જે બાદ કોટા પોલીસે તેને છોડી દીધો હતો.

શુક્રવારે એલ્વિશ યાદવે આ મામલે એક વીડિયો સ્પષ્ટીકરણ જારી કર્યું હતું. સોશિયલ મીડિયા પર તેણે કહ્યું કે અફવાઓ પાયાવિહોણી અને પુરાવા વગરની છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ તપાસમાં યુપી સરકાર સાથે સહયોગ કરવા તૈયાર છે.

સલમાને આપી હતી આ સલાહ 

બિગ બોસના સેટ પર પહોંચ્યા બાદ સલમાન ખાને રેવ પાર્ટી કેસમાં સામેલ એલ્વિશ યાદવને સલાહ આપી હતી. રિપોર્ટ્સ અનુસાર, સલમાને એલ્વિશને કહ્યું હતું કે જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ ઊંચાઈ પર પહોંચે છે ત્યારે લોકો તેની ઈર્ષ્યા કરવા લાગે છે, આ બધું થતું રહે છે, તમારે આ બધાની ચિંતા ન કરવી જોઈએ. સલમાને એલ્વિશને કહ્યું હતું કે તું સફળ છે.

OTT બિગ બોસ બાદ બન્યો હતો ઘણો ફેમસ 

સલમાન ખાનના બિગ બોસ OTT 2માં દેખાયા પછી એલ્વિશ ઘરગથ્થુ નામ બની ગયો હતો. તેણે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે શોમાં પ્રવેશ કર્યો અને આ વર્ષે ઓગસ્ટમાં બિગ બોસ OTT 2 ના વિજેતા તરીકે ઉભરી આવ્યો હતો.  ફિનાલે એપિસોડ પછી, એલ્વિશે દાવો કર્યો કે તેણે માત્ર 15 મિનિટમાં 28 કરોડ મત મેળવીને ઈતિહાસ રચ્યો હતો.

આ પણ વાંચો —  ખુલાસો : ખાસ કોડવર્ડ દ્વારા ભારતમાં થઇ રહી છે સાપની દાણચોરી..વાંચો અહેવાલ