Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કેચ પકડ્યા બાદ પણ ગુસ્સે ભરાયો બોલર, તેની જ ટીમના ખેલાડીને મારી દીધી થપ્પડ

03:19 AM Apr 24, 2023 | Vipul Pandya

પાકિસ્તાન સુપર લીગ (PSL) 2022 ની અંતિમ લીગ રમત લાહોર કલંદર્સ અને પેશાવર ઝાલ્મી વચ્ચે સોમવારે (21 ફેબ્રુઆરી) રમાઈ હતી. રોમાંચક મેચ ટાઈ સાથે પૂર્ણ થયા પછી, પેશાવર ઝાલ્મી સુપર ઓવર દ્વારા જીતવામાં સફળ રહી. પરંતુ મેદાન પર એક્શનની સાથે જ લાહોર કલંદર્સ અને પાકિસ્તાનના ફાસ્ટ બોલર હરિસ રઉફે વિકેટ લીધા બાદ તેની જ ટીમના એક સાથી ખેલાડી કામરાન ગુલામને થપ્પડ મારી દીધો હતો. આ નજારો જોવા બાદ થોડીવાર માટે સૌ કોઇ ચોંકી ગયા હતા.
પાકિસ્તાન સુપર લીગ ક્રિકેટ કરતા વધુ વિવાદોને કારણે ચર્ચામાં રહે છે. આ દરમિયાન PSLને લગતો એક અન્ય કિસ્સો સામે આવ્યો છે, જેને જોઈને ભાગ્યે જ કોઈ પ્રશંસક વિશ્વાસ કરી શકશે કે લાઈવ મેચમાં પણ આવું કંઇક થઇ શકે છે. તાજેતરની ઘટના લાહોર કલંદર્સ અને પેશાવર ઝાલ્મી વચ્ચે રમાયેલી PSL મેચ દરમિયાન બની હતી. લાહોર કલંદર્સના ફાસ્ટ બોલર હરિસ રઉફ ગુસ્સામાં આવી ગયો અને તેણે પોતાના જ સાથી કામરાન ગુલામને થપ્પડ મારી દીધો હતો. કામરાન ગુલામે હારીસ રઉફના બોલ પર કેચ છોડ્યો હતો, જેનો ગુસ્સો તેણે આખી મેચ દરમિયાન પોતાની અંદર દબાવી રાખ્યો હતો. પેશાવર ઝાલ્મીની બેટિંગની બીજી ઓવરના બીજા બોલ પર કામરાન ગુલામે રઉફના બોલ પર કેચ છોડ્યો હતો. જો કે આ પછી તેને ઓવરના પાંચમાં બોલ પર વિકેટ મળી હતી. વિકેટ મેળવ્યા બાદ હરિસ રઉફે વિકેટની ઉજવણી કરી હતી અને સાથી ખેલાડીઓ પણ તેની સાથે ઉજવણીમાં જોડાયા હતા.પરંતુ, કામરાન ગુલામ હારીસ રઉફને અભિનંદન આપવા આવ્યો ત્યારે બોલરે ગુસ્સે થઈ તેને થપ્પડ મારી દીધો હતો. નોંધનીય વાત એ છે કે લાઈવ કેમેરામાં થપ્પડ મારવામાં આવી હોવા છતા કામરાન ગુલામે કોઈ પ્રતિક્રિયા આપી ન હોતી.

કામરાન ગુલામે એવુ કરવાનો પ્રયાસ કર્યો જાણે કંઈ થયું જ નથી. જોકે, વીડિયો જોયા બાદ સ્પષ્ટ થાય છે કે બોલરે પોતાનો ગુસ્સો કામરાન ગુલામ પર ઠાલવ્યો હતો. આ ઘટનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર થોડી જ વારમાં વાયરલ થઈ ગયો હતો અને ચાહકો પણ હરિસ રઉફને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. જોકે, આવો કિસ્સો આ પહેલીવાર બન્યો નથી. આ પહેલા પણ IPLમાં પંજાબ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન હરભજન સિંહે ફાસ્ટ બોલર શ્રીસંતને થપ્પડ માર્યો હતો, ત્યારે પણ કંઈક આવું જ બન્યું હતું.