Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

બંને બેટ્સમેન એક જ જગ્યાએ, છતા રન આઉટ ન થયા, Video

10:52 PM Apr 16, 2023 | Vipul Pandya

બુધવારે (30 એપ્રિલ) કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાયેલી છઠ્ઠી મેચ બેંગ્લોરની ટીમે 3 વિકેટે જીતી લીધી હતી. આ મેચમાં RCBની ટીમ 129 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરી હતી, પરંતુ ટોપ ઓર્ડર ફ્લોપ થતા મેચ ખૂબ જ રોમાંચક બની ગઈ હતી અને અંતિમ ક્ષણોમાં બેંગ્લોરના બેટ્સમેનોએ મેચ પોતાના કોર્ટમાં કરી હતી. જો કે, આ દરમિયાન એક સમય એવો હતો જ્યારે RCB ટીમને નસીબનો સાથ પણ મળ્યો હતો અને હવે આ જ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
મહત્વનું છે કે, વેંકટેશ અય્યર RCBની ઇનિંગ દરમિયાન 19મી ઓવર નાખવા આવ્યો હતો. આ ઓવરના બીજા બોલ પર દિનેશ કાર્તિકે શોટ રમ્યો, જે બાદ તે બોલ તરફ જોવા લાગ્યો. આ દરમિયાન તેનો સાથી ખેલાડી હર્ષલ પટેલ રન પૂરો કરવા સ્ટ્રાઈકરના છેડા સુધી દોડતો આવ્યો હતો. પરંતુ હજુ પણ દિનેશ કાર્તિક મૂંઝવણમાં હતો કે તેણે ભાગવું કે નહીં. આવી સ્થિતિમાં, ફિલ્ડિંગ બાજુ વચ્ચે ખલેલ પડી અને ફિલ્ડરે બોલને પકડ્યા પછી તુરંત જ કીપરના છેડે ફેંકી દીધો હતો. આ દરમિયાન મૂંઝાયેલા કાર્તિકને નસીબનો સાથ મળ્યો અને વિકેટકીપર સહિત કોઈ પણ ફિલ્ડર બોલને કલેક્ટ કરી શક્યો નહીં, જેના કારણે બંને બેટ્સમેન એક જ છેડે ઊભા હોવા છતાં બંને ખેલાડીઓ રનઆઉટ ન થઈ શક્યા. જે બાદ આ જ જોડીએ RCB માટે મેચ ખતમ કરી અને ટીમના ખાતામાં ટૂર્નામેન્ટની પ્રથમ જીત નોંધાવી.

ઉલ્લેખનીય છે કે, ખાસ વાત એ હતી કે અહીં દિનેશ કાર્તિકના રન આઉટ થવાની સંભાવનાઓ વધારે હતી. આ એક ભૂલ KKRને ભારે પડી હતી. જો આ ઘટના દરમિયાન દિનેશ કાર્તિક આઉટ થઈ ગયો હોત તો મેદાન પર નવો બેટ્સમેન આવ્યો હોત, જેના માટે દબાણના વાતાવરણમાં બેટિંગ કરવી બિલકુલ સરળ ન રહી હોત. પરંતુ આવું ન થઈ શક્યું અને છેલ્લી ઓવરમાં RCBની ટીમે મેચ જીતી લીધી.