Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Botad ATM Heist: પોલીસ સ્ટેશનની સામેથી ATM Heist ને તસ્કરોએ આપ્યો અંજામ

06:31 PM Jan 25, 2024 | Aviraj Bagda

Botad ATM Heist: તાજેતરમાં બોટાદના ગઢડા પોલીસ સ્ટેશની સામેથી ચોરીને અંજામ આપવામાં આવી હતી. આ ચોરીમાં ATM માંથી રૂ. 36.66 લાખ ની જોરી થઈ હતી. 19 જાન્યુઆરીના રોજ મોડી રાત્રે તસ્કરોએ ચોરી કરી હતી. આ ઘટનામાં તસ્કરો તાળા તોડી ATM ની અંદર પ્રવેશ્યા હતા.

  • CCTV Camera ની મદદથી 4 શખ્સોની કરી ધરપકડ
  • આ ચોરીમાં ATM Security Guard પણ સામેલ હતો
  • ચોરી કરેલા રૂપિયા સાયકલ પર લઈને વાડીમાં ગયા હતા

CCTV Camera ની મદદથી 4 શખ્સોની કરી ધરપકડ

Botad ATM Heist

જ્યારે ગઢડા SBI બેંકના મેનેજર ગુણવંતરાય જાદવે અજાણ્યાં શખ્સો વિરૃધ્ધ ગઢડા પોલીસમા ફરીયાદ નોંધાવી હતી. ત્યારે ઘટનાને લઈને સ્થાનિક પોલીસ અધિકારીઓ દ્વરા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તેના અંતર્ગત વિવિધ જાહેર CCTV Camera પણ ચેક કરવામાં આવ્યા હતા. ત્યારે આ ઘટનાને લઈને 4 ઈસમોની માહિતી પ્રાપ્ત કરી હતી.

આ ચોરીમાં ATM Security Guard પણ સામેલ હતો

Botad ATM Heist

ત્યાર બાદ પોલીસ દ્વારા આ 4 ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ જ્યારે તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, ત્યારે આ ઘટનાને લઈને મોટો ખુલાસો થયો હતો. આ ચોરીના બનાવમાં ATM Security Guard પણ સામેલ હતો. પરંતુ જ્યારે પોલીસની શંકજામાં આવે તે પહેલા ATM Security Guard ભાગી ગયો હતો.

ચોરી કરેલા રૂપિયા સાયકલ પર લઈને વાડીમાં ગયા હતા

જો કે ભારે મહેનત બાદ પોલીસ દ્વારા Security Guard ને પકડી પાડવામાં આવ્ય હતો. ત્યારે તેણે પોલીસ તપાસમાં કબૂલાત કરી હતી કે, તેના ભાઈ અને મિત્રો સાથે મળીને ચોરીને અંજામ આપ્યો હતો. તમામ આરોપીઓએ ચોરી કરેલા રૂપિયાઓને સાયકલ પર લઈને જઈને એક મિત્રની વાડીમાં લઈને ગયા હતા. આ તમામ આરોપીઓ ગઢડા શહેરનાં છે. ત્યારે પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ માટે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

અહેવાલ ગજેન્દ્ર ખાચર 

આ પણ વાંચો: Surat : માત્ર રૂ. 10 માં બોગસ જન્મ દાખલા બનાવી આપવાનું કૌભાંડ, છેડા બિહાર સુધી!