Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઉત્તરાખંડના ધાર્મિક સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી, સુરક્ષા વધારાઈ

09:39 PM Apr 25, 2023 | Vipul Pandya

આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના (Jaish E Mohammed) નામથી ઉત્તરાખંડના (Uttrakhkand) ધાર્મિક સ્થળો, રેલવે સ્ટેશન અને પશ્ચિમ ઉત્તરપ્રદેશના (Uttarpradesh) રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો પત્ર રેલવે સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ હરિદ્વારને મોકલવામાં આવ્યો છે. આતંકવાદી સંગઠનના નામે પત્રો મળ્યા બાદ ધાર્મિક સ્થળો અને રેલવે સ્ટેશનો પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે સાથે જ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.
સાથીઓના મોતનો બદલો લેવા થશે બ્લાસ્ટ
આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (Jaish E Mohammed) કિશ્તવાર જમ્મુ-કાશ્મીરના નામે મોકલવામાં આવેલા પત્રમાં લખવામાં આવ્યું છે કે, જમ્મુ-કાશ્મીરમાં (Jammu And Kashmir) માર્યા ગયેલા તેના સાથીઓનો બદલો લેવામાં આવશે, જે અંતર્ગત 25 ઓક્ટોબરે હરિદ્વાર, લક્સર, કાઠગોદામ, દેહરાદૂન, રૂરકી, કાશીપુર, મુરાદાબાદ, બરેલી, નજીવાબાદ, શાહગંજ અને ઉત્તરાખંડના અન્ય રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે તથા 27 ઓક્ટોબરે હરકી પૌડી, ભારત માતા મંદિર, ચંડીદેવી, મનસા દેવી, હરિદ્વારના મુખ્ય મંદિરો સિવાય યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ બદ્રીનાથ અને અન્ય મુખ્યમંદિરોને પણ બોમ્બથી ઉડવી દેવામાં આવશે. 

ગુન્હો નોંધી સુરક્ષા વધારી
રેલવે સ્ટેશન અધિક્ષકે આ મામલે GRP-RPFના અધિકારીઓને જાણકારી આપી હતી અને ધમકી ભર્યાં પત્ર બાદ પોલીસ હરકતમાં આવી છે અને આ મામલે રેલવે SP દદનપાલે જણાવ્યું કે,સ હરિદ્વાર, લક્સર SO GRP સિવાય એસજીઓ પ્રભારીની અધ્યક્ષતામાં ચાર ટીમોની રચના કરી દેવામાં આવી છે. જે આ મામલે તપાસ કરી રહી છે. અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે અને સાવચેતીના ભાગરૂપે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
આગાઉ પણ મળી ચુકી છે ધમકીઓ
હરિદ્વારમાં બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની આ ધમકી કોઈ પહેલીવાર નથી મળી. અગાઉ પણ રેલવે સ્ટેશન અધિક્ષકના નામે અનેક પત્ર સમયાંતરે મળી ચુક્યા છે. આ સિવાય શહેરની આધ્યાત્મિક સંસ્થાઓના પ્રમુખો સિવાય સાધુ સંતોથી લઈને હિંદૂવાદી સંગઠનોના નેતાઓને પણ પત્ર મળી ચુક્યો છે.