Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Bomb Blast : પાકિસ્તાનમાં ચૂંટણી રેલીમાં વિસ્ફોટ, PTIના 3 કાર્યકર્તા સહિત 4ના મોત

11:09 PM Jan 30, 2024 | Hiren Dave

Bomb Blast : પાકિસ્તાનના  બલૂચિસ્તાનમાં આજે મંગળવારે બોંબ (Bomb Blast) વિસ્ફોટમાં 4 લોકોના મોત થયા છે. મૃતકમાં પાકિસ્તાન ( Pakistan )તહરીક-એ-ઈન્સાફ (PTI)ના ત્રણ કાર્યકર્તાનો પણ સમાવેશ થાય છે. આ વિસ્ફોટ (Bomb Blast) ઈમરાન ખાન (Imran Khan)ને 10 વર્ષની જેલની સજા સંભળાવ્યાના થોડા કલાકો બાદ પાર્ટી દ્વારા આયોજીત એક રેલી દરમિયાન થયો છે.

 

ઈમરાનના પક્ષે શેર કર્યો વીડિયો

પીટીઆઈના બલૂચિસ્તાન (Balochistan) સ્થિત પ્રાંત મહાસચિવ સાલાર ખાન કાકરે પાર્ટીના એક્સ એકાઉન્ટ પર વીડિયો શેર કરી કહ્યું કે આ ઘટનામાં તહરીક-એ-ઈન્સાફના ત્રણ કાર્યકર્તા શહિદ અને 7 ઈજાગ્રસ્ત થયા.

મૃત્યુઆંક વધવાની સંભાવના

ઘટના અંગે સિબી જિલ્લા મુખ્યાલય હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. બાબરે પાકિસ્તાનના ડૉન અખબારને જણાવ્યું કે વિસ્ફોટમાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. રિપોર્ટ મુજબ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે. અધિકારીઓએ કહ્યું કે, ઈજાગ્રસ્તોમાં મોટાભાગના લોકોની સ્થિતિ ગંભીર છે અને મૃત્યુઆંક વધી શકે છે.

ઘટનાસ્થળે અફરાતફરી

સોશિયલ મીડિયા પર વિસ્ફોટની ઘટનાનો વીડિયો પણ ફરતો થયો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, ઘટનાસ્થળે જોરદાર ધડાકા બાદ પીટીઆઈના કાર્યકર્તાઓમાં અફરા-તફરી મચી છે. પીટીઆઈના નેતા સાલાર ખાન કાકરે કહ્યું કે, ‘પાર્ટીના ઉમેદવાર સદ્દામ તરીન દ્વારા આયોજીત ચૂંટણી રેલીમાં વિસ્ફોટ થયો છે. અમે આ ઘટનાની કડક નિંદા કરીએ છીએ અને પીટીઆઈ કાર્યકર્તાઓના બદલે આતંકવાદીઓ કચડી નાખવાની માંગ કરી રહ્યા છીએ.

 

પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ ચૂંટણી

પાકિસ્તાનમાં 8મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે, જોકે તેના 9 દિવસ પહેલા આ વિસ્ફોટ થયો છે. પાકિસ્તાન ચૂંટણી પંચે કહ્યું કે વિસ્ફોટની ઘટનાને ધ્યાને લેવાઈ છે અને બલૂચિસ્તાનના મુખ્ય સચિવ અને પોલીસ વડા પાસે તાત્કાલીક રિપોર્ટ મંગાયો છે.

 

આ  પણ  વાંચો  પાકિસ્તાનની કોર્ટે પૂર્વ PM Imran Khan ને 10 વર્ષ જેલની સજા સંભળાવી