Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Rajkumar Santoshi : બોલિવુડ ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને શરતી જામીન, જાણો શું છે સમગ્ર મામલો ?

05:50 PM Mar 18, 2024 | Vipul Sen

બોલીવુડના (Bollywood) જાણીતા ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષી (Rajkumar Santoshi) જામનગર કોર્ટના શરણે આવ્યા છે. એક કરોડ ઉપરાંતના ચેક રિટર્નના કેસમાં અગાઉ કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી. આ સજાને લઈ ઉપલી કોર્ટમાં ફિલ્મ નિર્માતાએ અપીલ કરી હતી. આ કેસ મામલે ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષી જામનગર કોર્ટ (Jamnagar court) પહોંચ્યા હતા. કોર્ટે તેમને શરતી જામીન અને કેસની 20 ટકા રકમ ચૂકવવા આદેશ કર્યો છે.

બોલિવૂડની દામિની (Damini), ઘાતક અને ઘાયલ (Ghayal) જેવી સુપરહિટ ફિલ્મો આપનાર ડાયરેક્ટર રાજકુમાર સંતોષી જામનગર કોર્ટ (Jamnagar court) પહોંચ્યા હતા. રૂ. 1 કરોડના ચેક રિટર્ન કેસમાં (check return case) અગાઉ જામનગર કોર્ટે ફિલ્મ નિર્માતાને બે વર્ષની સજા ફટકારી હતી. ઉપરાંત, 2 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ પણ આપ્યો હતો. આ કેસમાં સજાને લઈ ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીએ ઉપલી કોર્ટમાં અપીલ કરી હતી, જેની સુનાવણી આજે નામદાર કોર્ટમાં હાથ ધરાઈ હતી. બંને પક્ષોની દલીલ, સાક્ષી, પુરાવા ચકાસીને ઉપલી કોર્ટે ફિલ્મ નિર્માતાને રૂ. 5 હજારના શરતી જામીન આપ્યા છે. આ સાથે કોર્ટે કેસની 20 ટકા રકમ પણ ચૂકવી આપવા હુકમ પણ કર્યો છે. આ મામલે હવે વધુ સુનાવણી 19 એપ્રિલના રોજ હાથ ધરાશે.

જાણો શું છે સમગ્ર મામલો ?

સમગ્ર મામલે વાત કરીએ તો રાજકુમાર સંતોષી (Rajkumar Santoshi) એ જામનગરના (Jamnagar) જાણીતા ઉદ્યોગપતિ અશોકલાલ પાસેથી 1 કરોડ રૂપિયા ઉછીના લીધા હતા. તેમણે ઉછીના લીધેલા પૈસા સમયસર ચૂકવ્યા ન હતા અને રાજકુમાર સંતોષીએ આ પૈસાની ચૂકવણી કરવા માટે અશોકલાલને 10-10 લાખ રૂપિયાના 10 બેંક ચેક આપ્યા હતા, પરંતુ તે બધા ચેક બાઉન્સ થયા હતા. આવી સ્થિતિમાં અશોકલાલે રાજકુમાર સંતોષી સામે જામનગરની કોર્ટમાં કેસ કર્યો હતો. અગાઉ આ કેસમાં કોર્ટે તમામ દલીલ, સાક્ષી, પુરાવા અને દસ્તાવેજો ચકાસીને ચુકાદો આપ્યો હતો અને ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીને 2 વર્ષની જેલની સજા અને 2 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો હતો.

 

આ પણ વાંચો – Amitabh Bachchan Health : બોલિવુડ શહેનશાહની તબિયત લથડતાં કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ! વાંચો વિગત

આ પણ વાંચો – Noida Police Arrest Elvish Yadav: યુટ્યુબર એલ્વિશ યાદવને NDPS એક્ટ હેઠળ 10 વર્ષ સુધીની જેલ થઈ શકે છે

આ પણ વાંચો – Elvish Yadav Net Worth : જાણો એલ્વિશ યાદવ ક્યાંથી અને કેવી રીતે કરે છે કમાણી…