+

બોલિવુડ સેલેબ્સ પણ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના ફેન

માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ બોલિવુડ સેલેબ્સ પણ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' ના ફેન બની રહ્યા છે. સુનીલ શેટ્ટી અને રિતેશ દેશમુખે પણ ફિલ્મના વખાણ કર્યા છે. આજકાલ જો કોઈ ફિલ્મ વિશે ચર્ચા થાય છે તો તે છે કાશ્મીર ફાઇલ્સ. વિવેક અગ્નિહોત્રી દ્વારા દિગ્દર્શિત 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મની ઈમોશનલ સ્ટોરી લાઈન દર્શકોને ખૂબ જ પસંદ પડી રહી છે. બોલિવૂડના બે મોટા સ્ટાર્સ સુનીલ à
માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ બોલિવુડ સેલેબ્સ પણ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ના ફેન બની રહ્યા છે. સુનીલ શેટ્ટી અને રિતેશ દેશમુખે પણ ફિલ્મના વખાણ કર્યા છે. 
આજકાલ જો કોઈ ફિલ્મ વિશે ચર્ચા થાય છે તો તે છે કાશ્મીર ફાઇલ્સ. વિવેક અગ્નિહોત્રી દ્વારા દિગ્દર્શિત ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મની ઈમોશનલ સ્ટોરી લાઈન દર્શકોને ખૂબ જ પસંદ પડી રહી છે. બોલિવૂડના બે મોટા સ્ટાર્સ સુનીલ શેટ્ટી અને રિતેશ દેશમુખે પણ કાશ્મીર ફાઇલ્સના ખાસ વખાણ કર્યા છે. બોલિવૂડના શ્રેષ્ઠ કલાકારોમાં સામેલ સુનીલ શેટ્ટી અને રિતેશ દેશમુખે આ ફિલ્મ ઘણી પસંદ આવી છે.  

સુનીલ શેટ્ટીએ કાશ્મીર ફાઇલ્સના કંન્ટેન્ટને જ એક સામ્રાજ્યમાં ખપાવી દીધું. તેણે લખ્યુ કે,’ કંટેન્ટ માત્ર કિંગ નહીં અહીં તો તે સામ્રાજ્ય છે. કાશ્મીર ફાઇલ્સમાં શાનદાર નેરેટિવ અને પરફોર્મન્સ છે, આ સાબિતી છે કે સારી ફિલ્મ જરુર કામ કરે છે. જો કોઈ મોટી સ્ક્રીન દ્વારા પીડા અનુભવી શકે છે, તો આ ફિલ્મના મેકર્સને ફૂલ માર્ક મળે. સુપર’

રિતેશ દેશમુખ પણ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મનો ફેન બની ગયો છે. રિતેશ દેશમુખે ફિલ્મના વખાણ કરતા લખ્યું – સમય આવી ગયો છે કે એક એવી ફિલ્મની પ્રશંસા કરો જે એક પછી એક રેકોર્ડ બ્રેક કરી રહી છે. એક નાનકડી ફિલ્મ જે અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મોમાંની એક બનવા જઈ રહી છે. અનુપમ ખેર, વિવેક અગ્નિહોત્રી અને કાશ્મીર ફાઇલ્સની સમગ્ર ટીમને અભિનંદન.’
કાશ્મીર ફાઈલ્સમાં ઈતિહાસના એવાં પાના ફરી ખોલ્યાં છે, જેને લોકોએ નકારી દીધા હતાં. ફિલ્મમાં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર અને વેદના દર્શાવાઇ છે. ફિલ્મની મજબૂત વાર્તા દર્શકોને આકર્ષી રહી છે. ફિલ્મમાં અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તીના પાત્રોની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે
Whatsapp share
facebook twitter