Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગુમ થયેલા બાંગ્લાદેશી સાંસદનો કોલકાતામાંથી મળી આવ્યો મૃતદેહ

11:10 AM May 23, 2024 | Hardik Shah

પશ્ચિમ બંગાળના કોલકાતા (West Bengal’s Kolkata) માં બાંગ્લાદેશના સાંસદ અનવારુલ અઝીમ અનાર (Bangladesh MP Anwarul Azim Anar) નો મૃતદેહ (Deadbody) મળી આવ્યો છે. તેઓ છેલ્લા 8 દિવસથી ગુમ થયા હોવાની માહિતી મળી હતી. પોલીસને શંકા છે કે આ મામલો હત્યાનો છે. જણાવી દઇએ કે, આ મામલે પોલીસ દ્વારા 3 લોકોની ધરપકડ (Arrest) કરવામાં આવી છે. બાંગ્લાદેશના ગૃહમંત્રી અસદુઝમાન ખાને (Bangladesh Home Minister Asaduzman Khan) બુધવારે આ માહિતી આપી હતી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે ભારતમાં ગુમ થયેલા અવામી લીગના સાંસદ અનવારુલ અઝીમ અનાર (Awami League MP Anwarul Azim Anar) ની કોલકાતાના એક ફ્લેટમાં હત્યા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, અમને અત્યાર સુધી મળેલી માહિતી મુજબ હત્યામાં સામેલ તમામ હત્યારા બાંગ્લાદેશી છે. તે એક આયોજનબદ્ધ હત્યા હતી.

કોલકતાના એક ફ્લેટમાં થઇ હત્યા – સૂત્ર

બંગાળમાં એક હાઈપ્રોફાઈલ હત્યાના કારણે અરેરાટી ફેલાઈ છે. ભારતમાં છેલ્લા 8 દિવસથી ગુમ થયેલા બાંગ્લાદેશના સાંસદ અનવારુલ અઝીમ અનારની કોલકતામાં હત્યા કરી દેવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, સાંસદની હત્યા બાંગ્લાદેશથી આવેલા સુપારી કિલક દ્વારા કરવામાં આવી છે. જેમની સાથે અઝીમ અતિંમ સમયે કોલકતાના ન્યૂ ટાઉન વિસ્તારના એક ફ્લેટમાં જતા દેખવામાં આવ્યા હતા. ગુમ થયેલા સાંસદને શોધવા માટે ભારતીય અને બાંગ્લાદેશી અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. કોલકાતા પોલીસે આ કેસમાં 3 લોકોની ધરપકડ કરી છે. બાંગ્લાદેશી મીડિયા અનુસાર, કોલકાતા પોલીસના ડેપ્યુટી કમિશનરને ટાંકીને આ વાત કહેવામાં આવી છે. એક બાંગ્લાદેશી અખબાર અનુસાર, એક ડેપ્યુટી પોલીસ કમિશનરને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે અઝીમનો મૃતદેહ બુધવારે સવારે કોલકાતાના ન્યૂ ટાઉનમાં સંજીવા ગાર્ડનમાં ખાલી ફ્લેટમાંથી મળી આવ્યો હતો. રિપોર્ટમાં તેના સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે આ ફ્લેટ એક એક્સાઇઝ ડ્યુટી ઓફિસરનો છે. બીજી તરફ બાંગ્લાદેશના ગૃહમંત્રી અસદુઝમાન ખાને કહ્યું કે, બાંગ્લાદેશ પોલીસે સાંસદની હત્યાના સંબંધમાં 3 લોકોની ધરપકડ કરી છે. મંત્રીએ કહ્યું કે ભારતીય પોલીસ આ કેસમાં સહકાર આપી રહી છે. વડાપ્રધાન શેખ હસીનાએ સાંસદના નિધન પર શોક અને દુ:ખ વ્યક્ત કર્યું છે.

બાંગ્લાદેશના સાંસદની હત્યા મામલે CID IG એ શું કહ્યું?

CID IG અખિલેશ કુમાર ચતુર્વેદી કહે છે, “અહીં આવેલા અનવારુલ અઝીમ અનાર 13 મેથી ગુમ થયા હતા, તેમની પુત્રીએ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ રહી હતી. જે ​​પછી અહીંના બારાનગર પીએસમાં ગુમ થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે પછી તપાસ શરૂ કરવામાં આવી માટે એક SIT ની રચના કરવામાં આવી હતી.” દરમિયાન, પશ્ચિમ બંગાળ સરકારને આ મામલે તપાસ કરવા માટે વિદેશ મંત્રાલય તરફથી પત્ર મળ્યો હતો. આજે અમને માહિતી મળી હતી કે તેમની હત્યા કરવામાં આવી છે. અમે આ મામલાની તપાસ માટે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ.

પરિવારે PM શેખ હસીનાને મદદ માટે અપીલ કરી

ઝિનાઈદહ-4 મતવિસ્તારના ધારાસભ્ય અઝીમ સારવાર માટે 12 મેના રોજ કોલકાતા પહોંચ્યા હતા. અઝીમના અંગત મદદનીશ અબ્દુર રૌફે જણાવ્યું હતું કે, ઢાકા ટ્રિબ્યુન અનુસાર ધારાસભ્યએ પ્રથમ બે દિવસ તેમના પરિવાર અને પક્ષના સભ્યો સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો. જોકે, 14 મેથી તેમનો ફોન સ્વીચ ઓફ છે. જણાવી દઇએ કે, સાંસદના પરિવારે બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાને આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ગુમ થયેલા સાંસદને શોધવા માટે દિલ્હી અને કોલકાતાના રાજદ્વારીઓને એલર્ટ કર્યા હતા. કોલકાતામાં બાંગ્લાદેશ એમ્બેસી પણ આ મામલે તપાસ કરી રહી હતી.

આ પણ વાંચો – World Record : 3 મહિના સુધી પાણીમાં રહી આ શખ્સ વાસ્તવિક ઉંમર કરતા થઇ ગયો 10 વર્ષ નાનો

આ પણ વાંચો – Kami Rita Sherpa Climbed: નેપાળના એવરેસ્ટ મેનએ તોડ્યો પોતાનો જ રોકોર્ડ, 30 મી વાર શિખર સિદ્ધ કર્યું