+

Boat Accident : દાદીના હૈયા ફાટ રુદનથી સ્થળ પર સન્નાટો છવાઈ ગયો

Boat Accident: હરણી સ્થિત લેક ઝોન  (Boat Accident) ખાતે પ્રવાસે આવેલ 12 માસુમ ભુલકાઓ અને 2 શિક્ષિકાઓનું બોટ પલ્ટી જતા મોતની ગોઝારી ઘટનાના ગતરોજ ઘટી હતી. જેમાં દાદી જોડે જીદ…

Boat Accident: હરણી સ્થિત લેક ઝોન  (Boat Accident) ખાતે પ્રવાસે આવેલ 12 માસુમ ભુલકાઓ અને 2 શિક્ષિકાઓનું બોટ પલ્ટી જતા મોતની ગોઝારી ઘટનાના ગતરોજ ઘટી હતી. જેમાં દાદી જોડે જીદ કરીને સ્કૂલમાં મિત્રો સાથે પ્રવાસે આવેલ એક બાળક હજુ સુધી મળી ન આવતા લાપતા બાળકના દાદી આજે તેને શોધવા હરણી લેક ઝોન  (Boat Accident) ખાતે દોડી આવ્યા હતા. તેમના હૈયા ફાટ રુદનથી સ્થળ પર સન્નાટો છવાઈ ગયો હતો.

માતા પિતાના મૃત્યુ બાદ દાદી સાથે રહેતો હતો પૌત્ર
હરણી સ્થિત લેક ઝોન ખાતે ગતરોજ બનેલ ગોઝારી ઘટનાના પગલે સમગ્ર શહેર શોકમગ્ન બન્યું છે ત્યારે માતા પિતાના મૃત્યુ બાદ દાદી સાથે રહી દાદી મેહનત મજૂરી કરી પૌત્ર ક્રિષ્નાને અભ્યાસ કરાવતા હતા. શાળા દ્ધારા પ્રવાસનું આયોજન કરવામાં આવતા પૌત્ર ક્રિષ્નાએ સ્કૂલમાંથી મિત્રો સાથે પ્રવાસ જવાની જીદ પકડતા દાદીએ પૌત્રની ઈચ્છા પુરી કરવા ઉછીના પાછીના રૂપિયા લઇ પૌત્રને પ્રવાસે મોકલ્યો હતો.

 

પૌત્ર અંગે પૂછપરછ કરવા સ્કૂલ પહોચેલી દાદીને કોઈએ જવાબ જ ન આપ્યો

જોકે સ્કૂલમાંથી પ્રવાસે નીકળે બાળકોનું દુર્ઘટનામાં મોત નીપજ્યું હોવાની જાણકારી મળતા કિષ્નાને ગતરાત્રીથી શોધી રહેલ તેના દાદીને તેની કોઈ જાણકારી ન મળતા તેઓ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા. પણ સ્કૂલ તરફથી પણ કોઈ યોગ્ય જવાબ ન મળતા કે તેમના વૃધ્ધા અવસ્થાની લાકડી સમાન પૌત્ર કિષ્ના જીવત છે કે નહિ જેથી લાપતા પૌત્ર ને શોધતા તેના દાદી મોતના તળાવ પર પહોંચ્યા હતા. જ્યા પોલીસ તેમને હોસ્પિટલ લઈ ગઈ હતી.

 

આ  પણ  વાંચો  – Vadodara : પોલીસે નાના આરોપીને બતાવીને માન્યો સંતોષ, મોટા માથાં…

 

Whatsapp share
facebook twitter