Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

BMW હીટ એન્ડ રન કેસ, આરોપી સત્યમને ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના ડુંગરપુરથી ઝડપી પાડ્યો

11:06 PM Apr 14, 2023 | Vipul Pandya

સોલા વિસ્તારમાં બનેલ BMW હિટ એન્ડ રન કેસ માં આરોપીને પકડવામાં આખરે પોલીસને સફળતા મળી છે.. આરોપી સત્યમ શર્મા રાજસ્થાનના ડુંગરપુરમાં છુપાયો હોવાની બાકી મળતા જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ છે તેને ઝડપી લીધો છે. શહેરના સીમ્સ હોસ્પિટલથી ઝાયડસ હોસ્પિટલ જવાના રસ્તા પર એક BMW કારનો હિટ એન્ડ રનનો કેસ સામે આવ્યો હતો.
ક્રાઈમબ્રાંચની ટીમે ડુંગરપુરથી દબોચ્યો
આ ઘટનામાં કારચાલકે પુરપાટ ઝડપે કાર હંકારતા એક દંપતીને  ગંભીર રીતે ઇજા પહોંચી હતી. આ હિટ એન્ડ રન કેસમાં આખરે આરોપી સત્યમ શર્મા પોલીસના હાથ લાગ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજસ્થાનના ડુંગરપુરથી તેની અટકાયત કરાઇ છે. સત્યમ શર્મા ડુંગરપુરના એક ગેસ્ટ હાઉસમાં છુપાયો હોવાની માહિતી મળતા જ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી અને તેને ઝડપી લીધો છે.
નશામાં ગાડી ચલાવી હતી
ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર એસ જે જાડેજાએ જણાવ્યું હતું કે, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પહેલી માર્ચના રોજ રાત્રિના સત્યમ શર્મા અને તેનો મિત્ર મહાવીર તેની BMW કાર લઈને નીકળ્યા હતા અને કારમાં બેસીને દારૂ પીધો હતો. દારૂ પીધા બાદ નશાની હાલતમાં તેઓ ગાડી ચલાવીને રાત્રિના 9:45 વાગ્યાની આસપાસ રેલવે ઓવરબ્રીજ પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ગાડીનો કાબુ ગુમાવ્યો હતો અને બ્રિજ પર ચાલતા જઈ રહેલ એક  દપતિને અડફેટે લીધા હતા. બાદમાં તેઓ કાર લઈને ત્યાંથી ભાગી ગઈ જો કે કેટલાક લોકોએ પીછો કરતા કાર નીલગીરી એપાર્ટમેન્ટ નજીક આવવાનું જગ્યામાં મૂકીને ભાગી ગયા હતા.
ડુંગરપુરમાં પોલીસથી બચવા આરોપી રાત્રે જ ગેસ્ટ હાઉસમાં આવતો
બાદમાં તેના મિત્રો સાથે તે આખી રાત બહાર ફર્યો હતો અને એક મિત્ર એ રાજસ્થાન ડુંગરપુરમાં ગેસ્ટ હાઉસમાં રોકાવવા માટેની વ્યવસ્થા કરતા ત્યાં પહોંચ્યો હતો. આરોપી સત્યમ શર્મા પોલીસથી બચવા માટે ડુંગરપુરમાં પણ ગાડી લઈને બહાર ફરતો હતો અને માત્ર રાત્રિના સમયે જ તે ગેસ્ટ હાઉસ પર આવતો હતો. જ્યારે ફોનનો પણ ઉપયોગ નહિવત કરતો હોવાનું જાણવા મળ્યું છે. આરોપી વિરુદ્ધ અગાઉ પણ સોલા પોલીસ સ્ટેશનમાં દારૂ પીવાના અને પાર્લર પર તોડ ફોડ કરવાના ગુનામાં પકડાયેલ છે. હાલમાં પોલીસે આરોપીને ઝડપી ને ટ્રાફિક પોલીસને સોંપવા માટેની તજવીજ શરૂ કરી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.