Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Blue Economy: Vibrant Gujarat માં Blue Economy થીમ આકર્ષણનું કેન્દ્ર

11:44 PM Jan 10, 2024 | Aviraj Bagda

Blue Economy: Vibrant Gujarat ગ્લોબલ સમિટ ૨૦૨૪ અંતર્ગત ગાંધીનગર ખાતે Vibrant Gujarat ગ્લોબલ ટ્રેડ શો” યોજાઈ રહ્યો છે. આ ટ્રેડ શોમાં વિશ્વના ૨૦ દેશોના સંશોધિત ક્ષેત્રે અંદાજે ૧ હજારથી વધુ પ્રદર્શકો સહભાગી થયા છે.

Blue Economy થીમ આધારિત પેવેલિયન આકર્ષણનું કેન્દ્ર

ભારત અને ગુજરાતના બંદરો અને તેની સાથે સંકળાયેલા બાબતોને લઈને Blue Economy થીમ પર હોલ નંબર-૩ માં ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને બંદર, જહાજ અને જળ માર્ગ મંત્રાલય દ્વારા ભાવિ આયોજનોને લઈને પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ પેવેલિયનમાં મુલાકાતીઓ માટે આકર્ષણોની વિગતવાર વાત કરીએ તો ડોમમાં પ્રવેશ વખતે પાણીમાં પગ મૂકીને વમળો સર્જાય તેવી અનુભૂતિ કરાવતી સ્ક્રીન, દીવાદાંડી, વર્ચ્યુઅલ રિયાલિટી (VR) દ્વારા ગુજરાતના અને દેશના બંદરોની રૂબરૂ મુલાકાત કરી જીવંત અનુભવ મેળવી શકે છે, ગુજરાતના બંદરોની ઐતિહાસિક સફરને રજૂ કરતી ફોટો ગેલેરી ઊભી કરવામાં આવી છે.

Blue Economy

મુલાકાતીઓ વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા દેશના મહત્વના બંદરોથી થઈ શકશે રૂબરૂ

Blue Economy ની પેવેલિયનમાં આવતા મુલાકાતીઓ માટે ઊભા કરવામાં આવેલ આકર્ષણો વિશે માહિતી આપતા ગુજરાત મેરિટાઈમ બોર્ડના ચીફ એન્જિનિયર શ્રી બી. બી. તલાવિયા જણાવે છે કે,અહીંયા મુલાકાતીઓને જહાજ ચલાવવાનો જીવંત અનુભવ મળે તે માટે સિમ્યુલેટર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. આ સાથે જ જુદા જુદા શીપની કંટ્રોલ પેનલ ઇન્સ્ટોલ કરવામાં આવી છે જેના થકી દરિયાઈ શિપ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓને માહિતગાર કરવામાં આવશે.

આ ઉપરાંત મુલાકાતીઓને ગુજરાતના મુદ્રા અને હજીરા બંદરની મુલાકાત કરતા હોય એવી અનુભૂવ વર્ચ્યુઅલ રિયાલિટી (VR) દ્વારા કરવામાં આવી રહ્યો છે. બંદર, જહાજ અને જળ માર્ગ મંત્રાલય દ્વારા લોથલ ખાતે બનાવવામાં આવનાર મેરીટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષની માહિતી વર્ચ્યુઅલ રિયાલિટી (VR) દ્વારા આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: US-India Summit: Vibrant Gujarat માં US-India માટે નવી રૂપરેખા તૈયાર કરાઈ