Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Blood Donate News: ભર ઉનાળે અમદાવાદમાં બ્લડની શૉર્ટેજ સર્જાઇ, બ્લડ બેંકોમાં 45% સુધી બ્લડની અછત

11:33 PM Apr 10, 2024 | Aviraj Bagda

Blood Donate News: અમદાવાદમાં ભર ઉનાળે Bloodની અછત સર્જાઇ છે. એક તરફ Thalassemia પીડિત બાળકો માટે અને બીજી તરફ અન્ય ક્રિટિકલ કેસોમાં Blood ની ખૂબ જરૂર પડતી હોય છે. ત્યારે 40 થી 45 ટકા જેટલી Blood ની હાલમાં અછત સર્જાઇ છે.

  • અમદાવાદમાં રક્તની અછત સર્જાઈ
  • જાણો… કેમ રક્તદાતાઓમાં ઘટાડો નોંધાયો
  • Blood ડોનેશન માટે વાનની વ્યવસ્થા

Gujarat First ની ટીમે રેડક્રોસ Blood બેન્કની મુલાકાત લીધી હતી. અહીં 45% જેટલો લોહીનો જથ્થો ઘટ્યો અને તેના કારણે Blood ની આવક પર મોટી અસર થઈ છે. રેડક્રોસ સંસ્થાના ચેરમેન હર્ષદભાઈ શાહે જણાવ્યું હતું કે, મોટે ભાગે યુવા ધન Blood Donate કરતું હોય છે. પરંતુ ઉનાળાને કારણે અને વેકેશનને કારણે Blood ની અછત સર્જાઇ છે. સંસ્થાના જનરલ સેક્રેટરી ડૉ. વિશ્વાસ અમીને લોકોને આગળ આવવા અને વધુમાં વધુ Blood Donate કરવા અપીલ કરી હતી.

જાણો… કેમ રક્તદાતાઓમાં ઘટાડો નોંધાયો

મહત્વનું છે કે Thalassemia પીડીત દર્દીઓ માટે લોહી એ ખૂબ જ જરૂરી બની રહે છે. ત્યારે Thalassemia ના બાળકો તેમજ દર્દીઓને લોહી ચડાવવા માટે ઘણી એવી સ્વૈચ્છિક સંસ્થાઓ Blood Donate શિબિરનું આયોજન કરતા હોય છે. પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી શહેરમાં Blood Donate માં 45% જેટલો ઘટાડો નોંધાયો છે. રેડક્રોસ સંસ્થામાં પણ રક્તદાતા ઘટયા છે ગરમી,પરીક્ષા તેમજ વેકેશન જેવા કારણને લીધે રક્તદાતાઓની સંખ્યા ઘટી છે.ત્યારે શહેરીજનોમાં Blood Donate માટે વધુ જાગૃતતા આવે તેવી અપીલ પણ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે.

રાજ્યમાં 1 લાખ થી વધુ રક્તની જરૂરિયાત હોય છે

ઉનાળાની શરૂઆત થાતાની સાથે જ રક્તદાતાઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ઉનાળાની ગરમીને લઈ શહેરીજનો Blood Donate કરવાનું ટાળતા હોય છે. સામાન્ય દિવસ ની સરખામણી એ છેલ્લા એક અઠવાડિયામાં 50 ટકા જેટલું જ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે ત્યારે શહેરમાં દર મહિને 25 થી 30 હજાર અને રાજ્યમાં 1 લાખ થી વધુ રક્તની જરૂરિયાત હોય છે ત્યારે રેડ ક્રોસ ખાતે થેલેસેમીયા નાં 1200 થી વધુ દર્દીને નોંધાયેલા છે જેમને પણ રક્ત ની ખૂબ જરૂર પડતી હોય છે .

Blood ડોનેશન માટે વાનની વ્યવસ્થા

રેડ ક્રોસ સંસ્થાના જનરલ સેક્રેટરી ડોક્ટર વિશ્વાસ અમીને જણાવ્યું હતું કે, અત્યારે રેડક્રોસ સંસ્થા દ્વારા રક્તદાતા માટે જો કોઈ સ્કૂલ-કોલેજ કે પછી અન્ય સંસ્થામાં 5 માણસ ને પણ Blood Donate કરવું હોય તો તેમના માટે અલાયદા વ્યસ્થા ભાગરૂપે Blood ડોનેશન વાન ત્યાં મોકલી રક્ત એકત્રિત કરવાની પણ સુવિધા આપવામાં આવશે .

અહેવાલ સંજ્ય જોશી

આ પણ વાંચો: Jetpur: દુષ્કર્મના ઇરાદે અઢી વર્ષની બાળકીની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા