Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કોંગ્રેસના શાબ્દિક પ્રહાર પર ભાજપનો વળતો જવાબ – જનતા તમને વોટ ન આપે તો શું હવે અમે તમારા માટે પ્રચાર કરીએ…

04:26 PM Mar 21, 2024 | Hardik Shah

લોકસભાની ચૂંટણી (Lok Sabha election) પહેલા કોંગ્રેસ અને ભાજપ (Congress and BJP) એકબીજાને વાક્ પ્રહાર કરી રહ્યા છે. આજે સૌથી પહેલા કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ (Press Conference) કરી ભાજપ પર શાબ્દિક પ્રહારો (verbally attacked) કર્યા. જેમા ખાસ કરીને ઈલેક્ટોરલ બોન્ડ (electoral bonds) અને પાર્ટીના બેંક ખાતાઓ (bank accounts)  ષડયંત્રપૂર્વક ફ્રીઝ (frozen by conspiracy) કરવામાં આવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના વાક્ પ્રહાર બાદ હવ ભાજપે (BJP) પણ કોંગ્રેસ (Congress) પર આકરા પ્રહારો કર્યા છે. જાણો શું કહ્યું આ આર્ટિકલમાં…

રાહુલ ગાંધીનું માર્કેટ સતત ઘટી રહ્યું છે : પૂર્વ કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદ

આજે કોંગ્રેસ પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર ઘણા આરોપો લગાવ્યા છે. જેમા ઈલેક્ટોરલ બોન્ડ અને બેંક ખાતાઓ (bank accounts) ષડયંત્રપૂર્વક ફ્રીઝ કરવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ ભાજપે પણ તેનો વળતો જવાબ આપ્યો છે. પૂર્વ કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે (Ravi Shankar Prasad) ભાજપ હેડક્વાર્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે, કોંગ્રેસે આગામી ચૂંટણીમાં હારની હતાશામાંથી એક બહાનું શોધી કાઢ્યું છે. તેમણે આગળ કહ્યું કે, જો દેશની જનતા તમને વોટ નથી આપી રહી તો ભાજપ આ માટે શું કરી શકે? શું અમે તમારા માટે પ્રચાર કરીશું? આવું થવાનું નથી. આગળ રવિશંકર પ્રસાદ (Ravi Shankar Prasad) એ કહ્યું કે, કોંગ્રેસની સામૂહિક પ્રેસ કોન્ફરન્સને એક જ શબ્દમાં સમાવવામાં આવે તો તે હારથી હતાશ છે. કોંગ્રેસ પક્ષ રાજકીય રીતે સુકાઈને કાંટો બની ગયો છે. રાહુલ ગાંધીએ લોકશાહીને શરમ ન અપાવી જોઈએ. પ્રસાદે આગળ કહ્યું કે તમે (રાહુલ ગાંધી) જૂઠ બોલી શકો છો, દુર્વ્યવહાર કરી શકો છો, તમને લોકો આ દેશની જનતા સાંભળી રહી છે. તેમણે આગળ કહ્યું કે, રાહુલ ગાંધીનું માર્કેટ સતત ઘટી રહ્યું છે. તેઓ જેટલું બોલશે તેટલું તેમની જ પાર્ટીનું માર્કેટ ઘટશે.

દેશની જનતા તમને વોટ ન આપે તો ભાજપ શું કરે? : પૂર્વ કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદ

રવિશંકર પ્રસાદે (Ravi Shankar Prasad)  આગળ કહ્યું કે, તેમણે કહ્યું, “મને જેપી આંદોલનના દિવસો યાદ આવ્યા. ઈન્દિરા ઈઝ ઈન્ડિયા, ઈન્ડિયા ઈઝ ઈન્દિરા. જો કોંગ્રેસ પાર્ટીનું ખાતું ફ્રીઝ કરવામાં આવ્યું છે તો તે દેશનું ખાતું ફ્રીઝ કરવામાં આવ્યું છે. આ આશ્ચર્યજનક છે. તેમણે કહ્યું કે, આ દેશમાં તમે જૂઠું બોલ્યા, ગાળો બોલ્યા, આ બધુ જ દેશ સાંભળી રહ્યો છે. તમને આવું કહેવાનો અધિકાર છે. અને તમે કહી રહ્યા છે કે દેશમાં લોકશાહી નથી. તમને એટલી સત્તા મળી છે અને તમે કહો છો કે લોકશાહી નથી. તેઓ વિદેશમાં જઈને કહે છે કે અમારા દેશમાં લોકશાહી નથી અને હવે અહીં પણ એવું જ કહેવાઈ રહ્યું છે. જો દેશની જનતા તમને વોટ ન આપે તો ભાજપ શું કરે? પ્રસાદે આગળ કહ્યું કે, રાહુલ ગાંધી, તમે દેશનો અર્થ શું સમજો છો? ભારતની લોકશાહીનું અપમાન ન કરો. આ દેશ તમારી પાર્ટી કરતા મોટો છે. આ દેશની લોકશાહી તમારા કરતા મોટી છે. તમે જૂઠું બોલ્યું છે અને દુર્વ્યવહાર કર્યો છે. જેને આ દેશે જોયું છે.

ભારતમાં લોકશાહી નથી : સોનિયા ગાંધી

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે આજે પાર્ટીના બેંક ખાતાઓ ફ્રીઝ કરવાના મુદ્દે ભાજપ (BJP) પર આકરા પ્રહારો કર્યા હતા. સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોંગ્રેસને આર્થિક રીતે પાયમાલ બનાવવા માટે આયોજનબદ્ધ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, જનતા પાસેથી વસૂલવામાં આવતા પૈસા રોકવામાં આવી રહ્યા છે અને અમારા ખાતામાંથી બળજબરીથી પૈસા છીનવાઈ રહ્યા છે. રાહુલે કહ્યું કે નફરતથી ભરેલી ‘રાક્ષસી શક્તિ’ એ લોકશાહીની હત્યા કરવા માટે કોંગ્રેસનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દીધું છે. અમે અમારા પ્રચાર કાર્ય કરી શકતા નથી. અમે અમારા કાર્યકરો અને ઉમેદવારોને સમર્થન આપી શકતા નથી. આપણા નેતાઓ દેશના એક ભાગથી બીજા ભાગમાં મુસાફરી કરી શકતા નથી. અમે અમારી જાહેરાતો પહોંચાડવામાં અસમર્થ છીએ. ચૂંટણી પ્રચારના બે મહિના પહેલા આ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, આ PM અને ગૃહમંત્રી દ્વારા કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ કરવામાં આવેલ ગુનાહિત કાર્યવાહી છે. કોઈ કોર્ટ કંઈ બોલી રહી નથી, ચૂંટણીપંચ મૌન છે, કોઈ સંસ્થા કંઈ નથી બોલી રહી અને મીડિયા કંઈ કહી રહ્યું નથી. તેમણે કહ્યું કે, આજે ભારતમાં લોકશાહી નથી. ભારતના લોકોને તેમના બંધારણ અને લોકતાંત્રિક માળખાથી છીનવી લેવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો – PM Modi : ‘આજે જ મને 104 મી ગાળ મળી’ Sanjay Raut ને PM Modi નો તાબડતોડ જવાબ

આ પણ વાંચો – Lok Sabha Election 2024: કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી સરકાર પર કર્યા વાક્ પ્રહાર

આ પણ વાંચો – BJP ના સાંસદ રવિશંકર પ્રસાદે ‘શક્તિ’ નિવેદન પર રાહુલ ગાંધીને લીધા આડેહાથ, કહ્યું- તેઓ ચૂંટણીલક્ષી હિન્દુ છે…