Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Rajasthan ના BJP પ્રદેશ અધ્યક્ષ સીપી જોશીએ આપ્યું રાજીનામું!, સામે આવ્યું ચોનકાવનારું કારણ…

06:10 PM Jul 25, 2024 | Dhruv Parmar

રાજસ્થાન (Rajasthan) ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીપી જોશીએ પોતાના પદ પરથી રાજીનામું આપવાનું જાહેર કર્યું છે. આ માહિતી ભાજપ સાથે જોડાયેલા સુત્રો દ્વારા આપવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર, રાજ્યમાં પાંચ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં જ્ઞાતિ સમીકરણ ઉકેલવા માટે ટૂંક સમયમાં પ્રદેશ પ્રમુખ બદલવામાં આવશે. સુત્રોએ જણાવ્યું કે, ભાજપના આગામી પ્રદેશ અધ્યક્ષ મૂળ OBC સમુદાયમાંથી હોઈ શકે છે.

જેપી નડ્ડા અને અમિત શાહને મળ્યા હતા સીપી જોશી…

સુત્રોએ જણાવ્યું કે રાજસ્થાન (Rajasthan) ભાજપના પ્રદેશ અધ્યક્ષ જોશી છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં છે અને તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી છે. સીપી જોશી ચિત્તોડગઢના સાંસદ છે. સુત્રોએ જણાવ્યું કે, તેમણે ભાજપ હાઈકમાન્ડને કહ્યું છે કે, તેઓ સાંસદ છે અને પાર્ટીમાં એક વ્યક્તિ અને એક પદની પરંપરા છે. એટલા માટે તે પદ છોડવા માંગે છે.

જોશી રાજીનામું આપવાની જાહેરાત કરી ચૂક્યા છે…

આ પહેલીવાર નથી જ્યારે ભાજપના રાજસ્થાન (Rajasthan) અધ્યક્ષ સીપી જોશીએ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હોય. અગાઉ ગત વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ તેમણે પદ છોડવાની જાહેરાત કરી હતી.

પ્રદેશ પ્રમુખ માટે આ નેતાઓના નામ મોખરે…

મળતી માહિતી અનુસાર, ભાજપ પ્રદેશ અધ્યક્ષ માટે કિરોડી લાલ મીણા, અવિનાશ ગેહલોત, પ્રભુલાલ સૈની અને રાજેન્દ્ર ગેહલોતના નામ મોખરે છે. સુત્રોનું કહેવું છે કે પેટાચૂંટણી સુધી સીપી જોશી આ પદ પર રહે તેવી પણ ચર્ચા થઇ છે. હાલમાં પાર્ટી હાઈકમાન્ડ દ્વારા જ આખરી નિર્ણય લેવામાં આવશે.

આ બેઠકો પર પેટાચૂંટણી યોજાશે…

તમને જણાવી દઈએ કે, રાજસ્થાન (Rajasthan)માં જે પાંચ વિધાનસભા સીટો પર પેટાચૂંટણી યોજાવાની છે તે છે ઝુંઝુનુ, દૌસા, દેવલી-ઉનિયારા, ખિનવસર અને ચૌરાસી. લોકસભાની ચૂંટણીમાં ભાજપને નુકસાન વેઠવું પડ્યું હતું. આવી સ્થિતિમાં ભાજપ કોઈ જોખમ લેવા માંગશે નહીં.

આ પણ વાંચો : NEET UG નું સુધારેલું અંતિમ પરિણામ જાહેર, આ રીતે તપાસો…

આ પણ વાંચો : Mumbai માં ભારે વરસાદના કારણે 60 ટ્રેનો રદ, શાળાઓ કરાઈ બંધ…

આ પણ વાંચો : UPSC પરીક્ષા પદ્ધતિમાં કરશે આ મહત્વનો ફેરફાર…