Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

BJP ના સ્ટાર પ્રચારક CM યોગી આદિત્યનાથની ડિમાન્ડ વધી

05:25 PM Apr 25, 2024 | PARTH PANDYA

NATIONAL : ભાજપના સ્ટાર પ્રચારક (BJP STAR CAMPAIGNER) અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (UTTARPRADESH CM YOGI ADITYANATH) ની ડિમાન્ડ વધી રહી છે. તેઓ અત્યાર સુધી મહારાષ્ટ્ર, જમ્મુ, ઉત્તરાખંડ, રાજસ્થાન, બિહાર અને છત્તીસગઢમાં રેલી કરી ચુક્યા છે. વિતેલા 25 દિવસમાં તેમણે ઉમેદવારોનો જોરદાર પ્રચાર કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમણે મથુરાથી બોદ્ધિક સંમ્મેલન યોજીને ઉમેદવારો માટેનો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો.

રેલી,રોડ શોના આંકડા જ કાફી છે

લોકસભા ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચારક અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ડિમાન્ડ ખુબ વધી રહી છે. આ વાતનો અંદાજો લગાડવા માટે તેમની અત્યાર સુધીની રેલી,રોડ શોના આંકડા જ કાફી છે. ઉત્તરપ્રદેશમાં 26 એપ્રિલના રોજ બીજા તબક્કામાં મતદાન થવાનું છે. તે પહેલા યોગી આદિત્યનાથ દ્વારા રાજ્યભરમાં 25 દિવસમાં 67 થી વધારે રેલી, રોડ શો, બોદ્ધિક સંમેલન યોજીને ઉમેદવારોની જીતાડવા માટેની અપીલ કરી ચુક્યા છે. બીજા તબક્કામાં યોજાનાર 8 બેઠકો પરની ચૂંટણી માટે પણ તેઓ અનેક રેલી, રોડ શો, અને સંમેલન યોજનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

અન્ય રાજ્યોમાં પણ પ્રચાર જારી

સુત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા 6 અન્ય રાજ્યોમાં પણ ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેમણે મથુરાથી બોદ્ધિક સંમેલન કરીને લોકસભાના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. હનુમાન જયંતિના દિવસે આખર રોડ શો યોજ્યો હતો. આ સિવાય તેઓ મહારાષ્ટ્ર, જમ્મુ, ઉત્તરાખંડ, રાજસ્થાન, બિહાર અને છત્તીસગઢમાં પણ ભાજપના ઉમેદવારો માટે મત માંગી ચુક્યા છે.

લોકદળના ઉમેદવાર માટે પ્રચંડ પ્રચાર

બાગપત બેઠક પર હાલના ભાજપના સાંસદ સત્યપાલસિંહ છે. આ ચૂંટણીમાં આ બેઠકને ગઠબંધનના કારણે લોકદળના ખાતામાં ગઇ છે. બેઠક પર ઉમેદવાર ડો. રાજકુમાર સાંગવાન છે. ભાજપના ઉમેદવારો માટે તો યોગી આદિત્યનાથ જોરદાર પ્રચાર કરે જ છે. સાથે જ સહયોગી દળના ઉમેદવારના પ્રચારમાં તેઓ કોઇ પણ પ્રકારની કચાશ નથી રાખતા. 31 માર્ચના રોજ આયોજિત ચરણસિંહ ગૌરવ સન્માન સમારોહમાં પ્રધાનમંત્રી મોદીએ પણ બાગપતવાસીઓને રાજકુમાર સાંગવાનને લોકસભામાં મોકલવા માટે અપીલ કરી હતી.

આ પણ વાંચો — પરિવાર શોધતું રહ્યું અને ભાઇ-બહેને ભંગાર પડેલી કારમાં દમ તોડ્યો