+

ચૂંટણીમાં ભાજપની જીતથી શેર બજારમાં પણ ઉછાળો

વિધાનસભા ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત થી બજારમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. ગુરુવારે તેજી સાથે ભારતીય શેર બજાર બંધ થયા હતા. મુંબઇ સ્ટોક એકસચેન્જનો ઇન્ડેકસ 844 પોઇન્ટના ઉછાળા સાથે 55491ના સ્તર પર બંધ થયો હતો.  જયારે નિફ્ટી 251 પોઇન્ટના ઉછાળા સાથે 16596 પોઇન્ટ પર પણ બંધ થયો હતો. બજારમાં  તમામ સેકટરોમાં ખરીદારી જોવા મળી હતી જેમાં બેકિંગ સેક્ટર, ઓટો, ફાર્મા, એફએમસીજી, રિયલ એસ્ટેટ, મિડીયા, એ
વિધાનસભા ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત થી બજારમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. ગુરુવારે 
તેજી સાથે ભારતીય શેર બજાર બંધ થયા હતા. મુંબઇ સ્ટોક એકસચેન્જનો ઇન્ડેકસ 844 પોઇન્ટના ઉછાળા સાથે 55491ના સ્તર પર બંધ થયો હતો.  જયારે નિફ્ટી 251 પોઇન્ટના ઉછાળા સાથે 16596 પોઇન્ટ પર પણ બંધ થયો હતો. 
બજારમાં  તમામ સેકટરોમાં ખરીદારી જોવા મળી હતી જેમાં બેકિંગ સેક્ટર, ઓટો, ફાર્મા, એફએમસીજી, રિયલ એસ્ટેટ, મિડીયા, એનર્જી, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓઇલ એન્ડ  ગેસ સેકટરના શેરોમાં શાનદાર ખરીદારી જોવા મળી હતી. ફક્ત આઇટી શેરમાં જ વેચવાલી જોવા મળી હતી. સેન્સેકસના 30 શેર પૈકી 27 શેર લીલા નિશાન પર બંધ થયા હતા જયારે  3 શેર લાલ નિશાન પર બંધ થયા હતા. નિફ્ટીના 50 શેર માંથી 44 શેર લીલા નિશાન બંધ  થયા હતા જયારે 6 શેર લાલ નિશાન પર બંધ થયા હતા. સવારે બજાર ખુલ્યુ ત્યારે પણ ઉછાળા સાથે ખુલ્યું હતું. 
Whatsapp share
facebook twitter