+

વલણમાં ચાર રાજ્યોમાં ભાજપનો ભગવો, નીતિન પટેલે આપી પ્રતિક્રિયા

દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની મતગણતરી આજે સવારે 8 વાગ્યાથી શરૂ થઇ ગઇ છે. જેમા ચાર રાજ્યો ઉત્તર પ્રદેશ, મણિપુર, ઉત્તરાખંડ અને ગોવામાં ભાજપનો ભગવો લહેરાય તેવા વલણો સામે આવી રહ્યા છે. જેના પર ભાજપ પક્ષ તરફથી સતત પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આ અંગે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે.ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિà
દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની મતગણતરી આજે સવારે 8 વાગ્યાથી શરૂ થઇ ગઇ છે. જેમા ચાર રાજ્યો ઉત્તર પ્રદેશ, મણિપુર, ઉત્તરાખંડ અને ગોવામાં ભાજપનો ભગવો લહેરાય તેવા વલણો સામે આવી રહ્યા છે. જેના પર ભાજપ પક્ષ તરફથી સતત પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આ અંગે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે.
ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, તાજેતરમાં પાંચ રાજ્યોની ચૂંટણી પૂર્ણ થઇ હતી જેની મતગણતરી આજે સવારથી ચાલી રહી છે. જે પ્રમાણે વિવિધ સર્વે સંસ્થાઓ દ્વારા એક્ઝિટ પોલની જાહેરાત કરવામાં આવી હતી તે જ પ્રમાણે પ્રજાએ ભાજપને મત આપતા વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જે રીતે કરોડો લોકોએ અપેક્ષા કરી હતી તે મુજબ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં અમારો પક્ષ આગળ વધી રહ્યો છે. વળી તેમણે વધુમાં કહ્યું કે, ઉત્તર પ્રદેશ દિલ્હીની ગાદી પહેલાનું સેમિફાઇનલ કહેવાય છે તેવા યુપીમાં ફરી સતત બીજી વખત સત્તા પર આવવા અમે જઇ રહ્યા છીએ, વળી એક ઇતિહાસ છે કે આ રાજ્યમાં અત્યાર સુધી એક અપવાદને બાદ કરતા કોઇ પણ લખત કોઇ પણ પક્ષની સરકાર સતત બીજી વખત બની નથી. સતત બે વખત કોઇ CM ચૂંટાયા નથી. જે રીતે યુપીની જનતાએ અમારા પક્ષને મત આપ્યા છે તે બધાને જેટલા અભિનંદ આપીએ તેટલા ઓછા છે. જે રીતે આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સંસ્કૃતિનું રક્ષણ અને ખાસ કરીને આપણા દેશનું ગૌરવ અને સ્વમાન સમગ્ર દુનિયામાં જે વધારી રહ્યા છે આ જ કારણ છે કે સમગ્ર દેશ તેમને પસંદ કરી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરીના તાજેતરના વલણોમાં ભાજપ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ રહી છે, પરંતુ PM નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં ભાજપની હાલત કફોડી છે. યોગી સરકારના મંત્રીને હારનો ખતરો છે. યોગી સરકારના મંત્રી નીલકંઠ તિવારી પર વારાણસી દક્ષિણ બેઠક પરથી હારનો ખતરો છે. સપાના ઉમેદવાર કિશન દીક્ષિત તેમનાથી 1000 મતોથી આગળ છે.
Whatsapp share
facebook twitter