Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાજકોટ-પંચમહાલમાં BJP કાર્યકરોએ Mamata Banerjee ના પૂતળા ફૂંક્યા, જાણો શું છે કારણ ?

12:33 AM May 25, 2024 | Vipul Sen

ગુજરાતના રાજકોટ (Rajkot) અને પંચમહાલમાં (Panchmahal) પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો (Mamata Banerjee) ઊગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટ અને પંચમહાલમાં ભાજપે (BJP) મમતા બેનર્જીના પૂતળાનું દહન કર્યું હતું. પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોને અનામત આપવા અંગે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા આ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

HC ના નિર્ણય વિરુદ્ધ મમતા બેનર્જીએ જાહેરાત કરતા વિરોધ

પ્રાપ્ત અહેવાલ અનુસાર, પશ્ચિમ બંગાળમાં (West Bengal) મુસ્લિમોને ઓબીસી અનામતનો લાભ આપવાના નિર્ણયનો રાજકોટ ભાજપ અને પંચમહાલમાં ગોધરા ભાજપ ઓબીસી મોરચા દ્વારા વિરોધ કરાયો હતો. કોલકત્તા હાઇકોર્ટે પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોને આપવામાં આવેલ પછાત વર્ગના આરક્ષણને રદ કરી દીધું હતું. જો કે, ચુકાદા પછી પણ પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોને ઓબીસી અનામતનો (OBC reservation) લાભ આપવાના મમતા બેનર્જીના નિર્ણય સામે ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. માહિતી મુજબ, રાજકોટમાં કિશાનપરા ચોક ખાતે જિલ્લા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા મમતા બેનર્જીના (Mamata Banerjee) પૂતળા દહન કરી વિરોધ કરવામાં આવ્યો હતો.

બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ

મુસ્લિમોને OBC અનામતનો લાભ આપવાના નિર્ણય સામે વિરોધ

પંચમહાલમાં ગોધરાના (Godhra) ગાંધી ચોક ખાતે ભાજપના બક્ષીપંચ મોરચા અને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરી મમતા બેનર્જીના પૂતળાનું દહન કરાયું હતું. આરોપ મુજબ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા તૃષ્ટીકરણની રાજનીતિ કરી મુસ્લિમોને ઓબીસી કોટામાં સમાવવાના નિર્ણયને લઈ ભાજપ દ્વારા સૂત્રોચ્ચાર કરી મમતા બેનર્જીના પૂતળાનું દહન કરાયું હતું. કોલકાત્તા હાઇકોર્ટે (Calcutta High Court) કરેલ આદેશના વિરુદ્ધમાં મમતા બેનર્જીએ મુસ્લિમોને ઓબીસી અનામતમાં સમાવિષ્ટ કરવાની જાહેરાત કરતા ભાજપ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો હતો. સાથે જ મમતા બેનર્જી સામે કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરાઈ હતી.

આ પણ વાંચો – Amit Chavda : આતંકવાદી, સ્થાનિક સ્વરાજ ચૂંટણી અને સ્માર્ટ મીટર મુદ્દે રાજ્ય સરકારને બરાબરની ઘેરી!

આ પણ વાંચો – ‘પહેલા કહેતા હતા કે કોંગ્રેસ ક્યાં લડે છે? 5 લીડની વાતો થતી…’ Shaktisinh ના BJP પર પ્રહાર

આ પણ વાંચો – Fake Office Scandal in Modasa: અરવલ્લીની નકલી કચેરી મુદ્દે થયો સનસનીખેજ ખુલાસો, આ નેતાનું નામ આવ્યું સામે..