Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મહિલા કુસ્તીબાજોના સમર્થનમાં આવ્યા ભાજપના સાંસદ, કહી આ મોટી વાત…

03:54 PM Jun 01, 2023 | Dhruv Parmar

ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ પ્રિતમ મુંડેએ કહ્યું છે કે કોઈપણ મહિલા દ્વારા કરવામાં આવેલી ફરિયાદની નોંધ લેવી જોઈએ. મુંડેએ બુધવારે મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં કહ્યું કે સત્તાવાળાઓ નિર્ણય લઈ શકે છે કે ફરિયાદ સાચી છે કે નહીં. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ મામલે કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સાક્ષી મલિક, વિનેશ ફોગટ, બજરંગ પુનિયા અને સંગીતા ફોગાટ સહિત ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા કુસ્તીબાજોએ એક સગીર સહિત અનેક મહિલા કુસ્તીબાજો પર યૌન શોષણ કરવા બદલ WFIના ભૂતપૂર્વ પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરી હતી. અંગે દિલ્હી જ્યારે આરોપો વિશે પૂછવામાં આવ્યું ત્યારે મુંડેએ કહ્યું કે, હું સાંસદ તરીકે નહીં, પરંતુ એક મહિલા તરીકે કહું છું કે જો કોઈ મહિલા તરફથી આવી ફરિયાદ આવે તો તેને ધ્યાનમાં લેવી જોઈએ.

તેમણે કહ્યું કે, ચકાસણી બાદ અધિકારીઓએ નક્કી કરવું જોઈએ કે તે વ્યાજબી છે કે અન્યાયી. બીડના લોકસભા સદસ્યએ કહ્યું, જો સંજ્ઞાન નહીં લેવાય તો લોકશાહીમાં તેનું સ્વાગત નહીં થાય. મુંડેએ કહ્યું કે, આ મામલાની હવે આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવી રહી છે. હવે જો હું તપાસ સમિતિની માંગણી કરું તો તે ‘પબ્લિસિટી સ્ટંટ’ હશે. મને આશા છે કે આ મામલે કાર્યવાહી થશે.

કેન્દ્રીય રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે બુધવારે તેમને ધીરજ રાખવા અને સુપ્રીમ કોર્ટ, રમત મંત્રાલય અને દિલ્હી પોલીસમાં વિશ્વાસ રાખવા વિનંતી કરી, જ્યારે કુસ્તીબાજોએ તાજેતરમાં ગંગા નદીમાં તેમના મેડલોને પધરાવી દેવાની ચીમકી આપી હતી.

આ પણ વાંચો : કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટી રાહત, 83 રૂપિયાનો ઘટાડો