+

ભાજપના નેતાની જાહેરમાં ગોળી મારીને કરાઈ હત્યા

ગુરુગ્રામમાં ગુરુવારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરની નજીકના ભાજપના નેતાને પાંચ અજાણ્યા શખ્સોએ ગારમેન્ટના શોરૂમની અંદર ગોળી મારી દીધી હતી. આ ઘટના સદર બજાર વિસ્તારની છે જ્યારે રિઠોજ ગામના રહેવાસી બીજેપી નેતા સુખબીર ખટાના ઉર્ફે સુખી તેમના મિત્ર સાથે શોરૂમમાં ગયા હતા.મળતી માહિતી મુજબ સુખબીર પર હુમલો કરનારા કુલ પાંચ આરોપી હતા. પોલીસ પાસે હજુ સુધી આ તમામ આરોપીઓ વિશે કોઈ
ગુરુગ્રામમાં ગુરુવારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરની નજીકના ભાજપના નેતાને પાંચ અજાણ્યા શખ્સોએ ગારમેન્ટના શોરૂમની અંદર ગોળી મારી દીધી હતી. આ ઘટના સદર બજાર વિસ્તારની છે જ્યારે રિઠોજ ગામના રહેવાસી બીજેપી નેતા સુખબીર ખટાના ઉર્ફે સુખી તેમના મિત્ર સાથે શોરૂમમાં ગયા હતા.
મળતી માહિતી મુજબ સુખબીર પર હુમલો કરનારા કુલ પાંચ આરોપી હતા. પોલીસ પાસે હજુ સુધી આ તમામ આરોપીઓ વિશે કોઈ માહિતી આવી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસ હુમલાખોરો વિશે કોઈ સુરાગ મેળવવા માટે સદર બજાર પાસે ગુરુદ્વારા રોડ પર લગાવેલા સીસીટીવી ફૂટેજને સ્કેન કરી રહી છે. સોહના માર્કેટ કમિટીના પૂર્વ ઉપપ્રમુખ સુખબીર ખટાનાનું ગોળી વાગતા હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. ગંભીર રીતે ઘવાયેલા ખટાનાને નજીકની આરવી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ સોહનાથી જિલ્લા પરિષદની ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા હતા. આ ઘટના બપોરે લગભગ 3.20 વાગ્યે બની, જ્યારે સુખબીર ખટાના તેમના મિત્ર રાજેન્દ્ર સાથે કારમાં ગુરુદ્વારા રોડ પરના રેમન્ડ શોરૂમ પર પહોંચ્યા. તેમણે શોરૂમ પાસે કાર પાર્ક કરી અને અંદર ખરીદી માટે ગયા.
કપડાના શોરૂમમાં લાગેલા CCTV કેમેરામાં સશસ્ત્ર હુમલાખોરોની તસવીરો કેદ થઈ ગઈ હતી. ફૂટેજમાં પાંચ હુમલાખોરો દેખાય છે, જેમાંથી બેએ બ્લેક ટી-શર્ટ, સફેદ ચેક શર્ટ, બીજાએ કેપ અને લાલ શર્ટ પહેરેલા છે. ઘટનાની માહિતી બાદ, ડીસીપી (વેસ્ટ) દીપક સહારનની આગેવાની હેઠળની પોલીસ ટીમે ફોરેન્સિક સાયન્સ લેબ અને ક્રાઈમ સીન ટીમની મદદથી ઘટનાસ્થળે તપાસ કરી હતી. મળતી માહિતી મુજબ આ ઘટના ગુરુવારે બપોરે 3 વાગ્યાની આસપાસ બની હતી. રેમન્ડનો સદર બજાર સ્થિત ગુરુગ્રામ રોડ પર શોરૂમ છે. જ્યા સુખબીર કપડાં ખરીદી રહ્યા હતા. ત્યારપછી પાંચ હુમલાખોરો શસ્ત્રો લઈને શોરૂમમાં ઘૂસી ગયા અને સુખબીર પર ફાયરિંગ શરૂ કરી દીધું. ફાયરિંગ થતાં જ શોરૂમમાં નાસભાગ મચી ગઈ હતી.
ઘટનાનું વર્ણન કરતાં વિસ્તારના પોલીસ વડા દીપક સહારને જણાવ્યું કે, સુખબીર ખટાના ગોળીબારમાં ખરાબ રીતે ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે જણાવ્યું કે, ખટાનાના પુત્ર અનુરાગે તેની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે તેના પિતાના સાળા ચમન અને તેના સહયોગીઓએ તેમની ગોળી મારીને હત્યા કરી હતી. ચમન અને અન્ય લોકો વિરુદ્ધ આઈપીસીની કલમ 302 (હત્યા) અને 120-બી (ગુનાહિત કાવતરું) અને આર્મ્સ એક્ટની કલમ 25-54-59 હેઠળ સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
Whatsapp share
facebook twitter