+

પોતાની ફી ઘટાડે હિંદી ફિલ્મ સ્ટાર્સ, તો સારી ફિલ્મો બનશે

હિન્દી ફિલ્મોના (Hindi Movies) છેલ્લા થોડાં દિવસોથી ખરાબ પ્રદર્શનને જોતા અનેક સવાલો ઊભા થઈ રહ્યાં છે. એક તરફ બોલિવુડ ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ રહી છે જેની સામે સાઉથની ફિલ્મો (South Movies) હિન્દીમાં ખુબ સારો દેખાવ કરી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે ભાજપના નેતાએ (BJP Leader) એક સૂચન આપ્યું છે.ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સૈયદ ઝફર ઈસ્લામે (Syed Zafar Islam) મંગળવારે સૂચન આપ્યું કે, બોલિવુડ (Bollywood) સ્ટાર્સે પોતાની ફી àª
હિન્દી ફિલ્મોના (Hindi Movies) છેલ્લા થોડાં દિવસોથી ખરાબ પ્રદર્શનને જોતા અનેક સવાલો ઊભા થઈ રહ્યાં છે. એક તરફ બોલિવુડ ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ રહી છે જેની સામે સાઉથની ફિલ્મો (South Movies) હિન્દીમાં ખુબ સારો દેખાવ કરી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે ભાજપના નેતાએ (BJP Leader) એક સૂચન આપ્યું છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સૈયદ ઝફર ઈસ્લામે (Syed Zafar Islam) મંગળવારે સૂચન આપ્યું કે, બોલિવુડ (Bollywood) સ્ટાર્સે પોતાની ફી ઘટાડવી જોઈએ જેથી નિર્માતાઓ સારી ફિલ્મો પર ધ્યાન કેન્દ્રીત કરી શકે. તેમણે ટ્વીટ કરી કહ્યું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ તે માની લેવું જોઈએ કે OTT પ્લેટફોર્મ હવે લોકો માટે એક સારો અને પોસાય તેવો વિકલ્પ છે.

તેમણે કહ્યું, બોલિવુડ સ્ટાર્સ (Bollywood Stars) વારંવાર નિષ્ફળ થવા છતાં વાસ્તવિકતા સ્વિકારી નથી રહ્યાં જો સ્ટાર્સ વ્યાજબી ફી લેવાનું શરૂ કરે તો નિર્માતાઓ રાષ્ટ્રીય હીતની સારી ફિલ્મો પર ધ્યાન કેન્દ્રીત કરી શકે છે. યાદ રાખો કે OTT લોકો માટે ઉપલબ્ધ એક સારો અને સતત પ્રભાવી વિકલ્પ છે. તેમણે આ ટ્વીટમાં શાહરૂખ ખાન (Shahrukh Khan), સલમાન ખાન (Salman Khan) અને અક્ષય કુમારને (Akshay Kumar) ટેગ પણ કર્યાં છે.
ઉલ્લેખનિય છે કે, લોકડાઉન બાદ જ્યારે સામાન્ય જીવન રાબેતા મુજબ થઈ રહ્યું છે ત્યારથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ (Bollywood) અનેક મોટા બજેટની ફિલ્મો બનાવી પરંતુ બોક્સ ઓફિસ પર તે નિષ્ફળ રહી અને અનેક દિગ્ગજ અભિનેતાઓ સારો બિઝનેસ કરવામાં અસમર્થ રહ્યાં છે.
Whatsapp share
facebook twitter