Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા 14 ઉમેદવારોને ભાજપે આપી ટિકીટ, હાર્દિક પટેલ વિરમગામથી લડશે ચૂંટણી

09:24 AM Apr 19, 2023 | Vipul Pandya

વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે 182 વિધાનસભા બેઠકો પૈકી 160 બેઠકો પર ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભાજપે અનેક ચહેરા રિપીટ કર્યા છે.. તો અનેકના પત્તા કાપી નાંખ્યા છે. જો કે આ યાદીમાં ઉડીને આંખે વળગે તેવી વાત એ છે કે ભાજપે કોંગ્રેસમાંથી આવેલા 14 જેટલા ચહેરાઓને ટીકીટ આપી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને ટિકીટ મેળવનારાઓમાં કોઇ સૌથી ચર્ચિત ચહેરો હોય તો તે છે હાર્દિક પટેલ,જેને ભાજપે વિરમગામથી ટિકીટ આપી છે. આ ઉપરાંત કુંવરજી બાવળીયા અને ભગા બારડને પણ ભાજપે ટીકીટ આપીને  વચન નિભાવ્યું છે.ચાલો નજર કરીએ એ 14 ચહેરાઓ પર જેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે, અને ભાજપે તેમને ટીકીટ આપીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.  
કોંગ્રેસમાંથી ભાજપમાં આવી મેળવી ટિકીટ 
 કુંવરજી બાવળિયા – જસદણ 
જવાહર ચાવડા – માણાવદર 
જીતુ ચૌધરી – કપરાડા 
ભગા બારડ – તલાલા 
જયેશ રાદડીયા – જેતપુર
રાઘવજી પટેલ – જામનગર (ગ્રામ્ય) 
હર્ષદ રિબડિયા – વિસાવદર 
પ્રદ્યુમ્નસિંહ જાડેજા – અબડાસા 
હાર્દિક પટેલ – વિરમગામ 
બળવંતસિંહ રાજપૂત -સિદ્ધપુર 
અશ્વિન કોટવાલ -ખેડબ્રહ્મા
જયદ્રથ સિંહ પરમાર -હાલોલ 
રાજેન્દ્રસિંહ મોહન સિંહ રાઠવા -છોટાઉદેપુર
જેવી કાકડિયા -ધારી 
મોરબી દુર્ઘટના બ્રિજેશ મે નડી,કાંતિ અમૃતિયાને ફળી
કોંગ્રેસમાંથી આવીને મંત્રી બનેલા બ્રિજેશ મેર્જાનું પત્તુ કપાયુ છે. મોરબી દુર્ઘટના બ્રિજેશ મેર્જાને નડી,તો કાંતિ અમૃતિયાને ફળી છે.મોરબી દુર્ઘટના બાદ બ્રિજેશ મેરજા પર માછલા ધોવાય છે.તો બીજી તરફ, દુર્ઘટના બાદ તરત મદદે દોડીને ગયેલા અને લોકોને મસીહા બનેલા કાંતિ અમૃતિયા પર ભાજપે પસંદગીનો કળશ ઢોળ્યો છે. 
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચાર(news)માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.