+

BJP foundation day : ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલ અને રાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ ધ્વજ ફરકાવી ઉજવણી કરી

આજે એટલે કે 6 એપ્રિલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ (BJP foundation day) છે. ત્યારે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના (BJP) નેતાઓ, સંગઠનના હોદ્દેદારો, સરકારમાં રહેલ મંત્રીઓ સહિત તમામ કાર્યકરો…

આજે એટલે કે 6 એપ્રિલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ (BJP foundation day) છે. ત્યારે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના (BJP) નેતાઓ, સંગઠનના હોદ્દેદારો, સરકારમાં રહેલ મંત્રીઓ સહિત તમામ કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દ્વારા ગાંધીનગરમાં અને પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) દ્વારા રાજકોટ ખાતે ઘરે-ઘરે જઈને ભાજપનો ધ્વજ લહેરાવ્યો હતો અને ઉજવણી કરી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલ પંડિત દિન દયાળ ઉપાધ્યાયને પુષ્પાંજલી પણ અર્પણ કરી હતી.

આજે ભારતીય જનતા પાર્ટીનો 45મો સ્થાપના દિવસ (BJP foundation day) છે. ત્યારે ગાંધીનગરનાં (Gandhinagar) કુડાસણમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પંડિત દિન દયાળ ઉપાધ્યાયને (Pandit Din Dayal Upadhyay) પુષ્પાંજલી પણ અર્પણ કરાઈ હતી. દરમિયાન, લોકસભા ચૂંટણી અંતર્ગત ગાંધીનગર લોકસભામાં આવતી ગાંધીનગર ઉત્તર બેઠકનાં કાર્યકર્તાઓ સાથે મુખ્યમંત્રી બૃહદ બેઠક કરી હતી. CM ભૂપેન્દ્ર પટેલ બૃહદ બેઠક બાદ મતદારો સાથે ચર્ચા પણ કરશે.

બીજી તરફ કેન્દ્રીયમંત્રી અને લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ (Parshottam Rupala) રાજકોટમાં “સૌમિલ ” સંકલ્પસિદ્ધ પાર્ક ખાતે ઘરે-ઘરે જઈને ભાજપનો ધ્વજ લહેરાવ્યો હતો અને બાર એસોસિએશનના વકીલો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ પ્રસંગે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani), પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા (Vajubhai Vala), મંત્રી ભાનુબેન, ધારાસભ્ય રમેશ ટીલાળા અને ધારાસભ્ય ઉદય કાનગડ સહિતના નેતાઓ, અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે વહેલી સવારે રાજકોટ (Rajkot) ખાતે વકીલ દિલીપ પટેલના ઘરે યોજાનાર સ્નેહમિલન કાર્યક્રમમાં પરશોત્તમ રૂપાલાએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો – BJP foundation day : આજે BJP નો સ્થાપના દિવસ, જાણો PM મોદી, અમિત શાહ અને પાર્ટી અધ્યક્ષે શું કહ્યું?

આ પણ વાંચો – Parshottam Rupala : એક તરફ ક્ષત્રિય સમાજનો વિરોધ, બીજી તરફ રૂપાલાનો પૂરજોશમાં ચૂંટણી પ્રચાર

આ પણ વાંચો – Parshottam Rupala News: હું ફોર્મ ભરવા જાવ ત્યારે તમારા બધાએ સાથે આવવાનું છે

Whatsapp share
facebook twitter