+

BJP Eighth Candidate List 2024: BJP ની 8મી યાદીમાં સની દેઓલ ટિકિટ કપાઈ, કુલ 11 બેઠક પર નામ જાહેર

BJP Eighth Candidate List 2024: આગામી લોકસભા ચૂંટણી (Lok Sabha Election) માટે ભાજપે (BJP)તેની 8મી યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 11 ઉમેદવારોના નામ સામેલ છે. જેમાંથી 6 પંજાબના,…

BJP Eighth Candidate List 2024: આગામી લોકસભા ચૂંટણી (Lok Sabha Election) માટે ભાજપે (BJP)તેની 8મી યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 11 ઉમેદવારોના નામ સામેલ છે. જેમાંથી 6 પંજાબના, 3 ઓડિશાના અને 2 પશ્ચિમ બંગાળના છે.

  • ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે 8મી યાદી કરી જાહેર
  • આપમાંથી ભાજપમાં જોડાયેલા સાંસદને 8મી યાદીમાં સ્થાન મળ્યું
  • ઓડિશામાં બીજેપી-બીજુ જનતા વચ્ચે 1998 થી 2009 સુધી ગઠબંધન હતું

પંજાબ (Punjab) ની વાત કરીએ તો ભાજપે રાજ્યના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદરની પત્ની પ્રનીત કૌરને પટિયાલા લોકસભા બેઠક (Lok Sabha Seat) પરથી મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે (BJP) ઓડિશા (Odisha) ની કટક બેઠક પરથી ભારતી મહેતાબને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ભારતી મહેતાબને તાજેતરમાં જ ભાજપ (BJP) માં જોડાયા છે. પૂર્વ IPS અધિકારી દેવાશિષ ધરને પશ્ચિમ બંગાળ (West Bengal) ની બીરભૂમ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

આપમાંથી ભાજપમાં જોડાયેલા સાંસદને 8મી યાદીમાં સ્થાન મળ્યું

8મી યાદીમાં પંજાબ (Punjab) ની 6 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગુરદાસપુરથી દિનેશ સિંહ બબ્બુ, અમૃતસરથી તરનજીત સિંહ સંધુ, જલંધરથી સુશીલ કુમાર રિંકુ, લુધિયાણાથી રવનીત સિંહ બિટ્ટુ, પટિયાલાથી પ્રનીત કૌર, ફરીદકોટ લોકસભા બેઠક (Lok Sabha Seat) થી હંસરાજ હંસને ટિકિટ આપવામાં આવી છે. હંસરાજ હંસ હાલમાં ઉત્તર પશ્ચિમ દિલ્હી લોકસભા (Lok Sabha Election) મતવિસ્તારમાંથી સાંસદ છે. સુશીલ રિંકુ હાલમાં જ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે.

ઓડિશામાં બીજેપી-બીજુ જનતા વચ્ચે 1998 થી 2009 સુધી ગઠબંધન હતું

ભાજપે (BJP) ઓડિશા (Odisha) માં 3 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં કટક બેઠકથી ભર્તૃહરિ મહતાબ, કંધમાલથી સુકાંત કુમાર પાણિગ્રહી અને જાજપુર બેઠકથી રવીન્દ્ર નારાયણ બેહેરાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભર્તૃહરિ મહતાબ બીજુ જનતા દળ છોડીને ભાજપમાં જોડાયા. ઓડિશા (Odisha) માં બીજેપી (BJP) અને બીજુ જનતા વચ્ચે 1998 થી 2009 સુધી ગઠબંધન હતું. ડૉ. પ્રણત ટુડુને પશ્ચિમ બંગાળ (West Bengal) ના ઝારગ્રામ અને બીરભૂમમાંથી દેવાશિષ ધરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જેઓ ભૂતપૂર્વ IPS અધિકારી છે.

આ પણ વાંચો: Lok Sabha Election : પશુપતિ પારસે લગાવી “INDIA” માં જવાની અટકળો પર બ્રેક

આ પણ વાંચો: Ghazipur IAS Aryaka Akhoury: ગાઝીપુરની IAS મહિલા તેની નીડરતાને કારણે ચર્ચાનો વિષય બની

આ પણ વાંચો: ELECTION 2024 : જુઓ LJPએ બિહારની 5 બેઠકો પર કોને મેદાનમાં ઉતાર્યા

Whatsapp share
facebook twitter