Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગુજરાત વિધાનસભા ચૂંટણી તારીખની જાહેરાત પહેલા ભાજપનું કમલમમાં મંથન

06:27 PM Apr 22, 2023 | Vipul Pandya

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોનું બપોરે 12 કલાકે એલાન થશે. કેન્દ્રીય ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ યોજીને ચૂંટણીનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરશે. ગુજરાતની ચૂંટણી બે તબક્કામાં જાહેર થાય તેવી શક્યતા છે. તો પરિણામ હિમાચલ પ્રદેશની સાથે જ જાહેર થઈ શકે છે. તો આ ચૂંટણીની તારીખો જાહેર થશે તે બધાની વચ્ચે ભાજપના દિગ્ગજ નેતાઓ આજે ગુજરાતમાં છે.

ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવના ગુજરાતમાં ધામા

કેન્દ્રીય ગૃહપ્રધાનશ્રી અમિત શાહ, ગુજરાત ભાજપના પ્રભારી અને કેન્દ્રીય પ્રધાનશ્રી ભૂપેન્દ્ર યાદવ આજે ગુજરાતમાં છે. ગૃહમંત્રી અમિત શાહ આજથી 4 દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ ભાજપની 3 દિવસની સંકલન બેઠકમાં હાજરી આપશે. આ બેઠકમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોના નામ પર મંથન કરાશે. ગુજરાત પ્રવાસ દરમિયાન ભૂપેન્દ્ર યાદવ સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરશે. સાથે જ સેન્સ પ્રક્રિયામાં આવેલા નામોની સંકલન સમિતિમાં ચર્ચા કરાશે. આ બેઠકમાં તૈયાર થયેલા રિપોર્ટને પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે.

આજે કમલમમાં ઉમેદવારોને લઈ મંથન કરશે ભાજપ

આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં ભાજપની સંકલનની બેઠક મળવાની છે. આ સંકલનની બેઠકમાં રાષ્ટ્રીય અને પ્રદેશના તમામ નેતાઓ હાજર રહેશે. ભાજપને સેન્સ પ્રક્રિયામાં કુલ 4340 બાયોડેટા મળ્યા છે. સેન્સ પ્રક્રિયામાં સૌથી વધુ બાયોડેટા 1490 ઉત્તર ગુજરાતમાંથી મળ્યા છે. ભાજપને સૌરાષ્ટ્રમાંથી કુલ 1163 બાયોડેટા મળ્યા છે. મધ્ય ગુજરાતમાં મળ્યા 962 બાયોડેટા. તો બીજી તરફ સૌથી ઓછા બાયોડેટા 725 દક્ષિણ ગુજરાતમાંથી મળ્યા છે. 2017ની ચૂંટણી કરતા 1100 બાયોડેટા વધારે મળ્યા છે. સેન્સ પ્રક્રિયામાં મળેલા આ બાયોડેટા પર સંકલનની બેઠક પર ભાજપ મંથન કરશે. સંકલનની બેઠક બાદ પસંદ કરેલા નામો માર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રાખવામાં આવશે.

uapdt ………………………..