Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભાજપે 13 રાજ્યોના પ્રભારીની નિમણૂક કરી, વિજય રૂપાણીને મળી મોટી જવાબદારી

11:21 PM Apr 17, 2023 | Vipul Pandya

ભારતીય જનતા પાર્ટીએ (BJP) મિશન 2024ની રણનીતિ પર કામગીરી શરૂ કરી દીધી છે. જે અંતર્ગત પાર્ટીએ 13 રાજ્યોના પ્રભારી અને સહપ્રભારીની નિમણૂક કરી દીધી છે. આ અંતર્ગત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને (Vijay Rupani) મોટી જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી બનાવવામાં આવ્યા છે.

ભાજપ હાઈકમાન્ડ દ્વારા ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ દેબ હરિયાણાના પ્રભારી, બિહારના પૂર્વ મંત્રી મંગલ પાંડે પશ્ચિમ બંગાળના પ્રભારી, સંબિત પાત્રા પૂર્વોત્તર રાજ્યોના સંયોજકની જવાબદારી સોંપવામાં આવી છે.

ઉત્તર પ્રદેશના રાજ્યસભા સાંસદ રાધા મોહન દાસ અગ્રવાલને લક્ષદ્વીપના પ્રભારી અને કેરળના સહ-પ્રભારી, ગૌતમ બુદ્ધ નગરના સાંસદ ડૉ.મહેશ શર્મા ત્રિપુરાના પ્રભારી, બિહારના બસ્તીના સાંસદ હરીશ દ્વિવેદીને સહ-પ્રભારી, ઉત્તરપ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ લક્ષ્મીકાંત બાજપાઈને ઝારખંડના પ્રભારી, ઇટાવાના સાંસદ રમાશંકર કથેરિયાને મધ્યપ્રદેશના સહ-પ્રભારી, રાજસ્થાનના પ્રભારી, યુપીના રાજ્યસભા સાંસદ અરુણ સિંહને બનાવવામાં આવ્યા છે.

લોકસભા, રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તૈયારી
ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણી (Elections) તેમજ આગામી વર્ષ 2023માં જુદાં-જુદાં રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેને ધ્યાને લઈને આ નિયુક્તિઓ કરવામાં આવી છે. વર્ષ 2023માં દેશના 9 રાજ્યોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, કર્ણાટક, તેલંગાણા, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ અને મિઝોરમનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં પક્ષોની જીત અને હાર આગામી 2024ની લોકસભા ચૂંટણીને લઈને જનતાના મૂડને જાહેર કરશે ત્યારે આવતાવર્ષની વિધાનસભા અને લોકસભાની ચૂંટણીને લઈને આ નિયુક્તિ થઈ છે.