Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

BJNY News: Bharat Jodo Nyay Yatra નો મણિપુરથી થયો શુભારંભ

06:40 PM Jan 14, 2024 | Aviraj Bagda

BJNY News: Rahul Gandhi ના નેતૃત્વમાં Congress ની ‘Bharat Jodo Nyay Yatra’ આજે મણિપુરથી શરૂ થઈ છે. Congress અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ થૌબલ જિલ્લામાંથી લીલી ઝંડી બતાવીને યાત્રાની શરૂઆત કરી છે. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે સલમાન ખુર્શીદ, રાજીવ શુક્લા, આનંદ શર્મા, રણદીપ સિંહ સુરજેવાલા, અશોક ગેહલોત, અભિષેક મનુ સિંઘવી, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, સચિન પાયલટ, દિગ્વિજય સિંહ, પ્રમોદ તિવારી સહિત લગભગ 70 લોકોએ દિલ્હીથી ભારતની વિશેષ ફ્લાઈટ લીધી હતી. આ તમામ નેતાઓ Congress નેતા Rahul Gandhi સાથે ઈમ્ફાલ પહોંચ્યા હતા.

Bharat Jodo Nyay Yatra 20 માર્ચે મુંબઈમાં સમાપ્ત થશે

મણિપુરથી શરૂ થયેલી Congress ની Bharat Jodo Nyay Yatra 6,713 કિલોમીટરનું અંતર કાપીને 20 માર્ચે મુંબઈમાં સમાપ્ત થશે. આ દરમિયાન Rahul Gandhi 60-70 Congress નેતાઓ સાથે બસ દ્વારા અંતર કાપશે. તે ઉપરાંત મહત્વના સ્થળોએ પગપાળા પદયાત્રાનું પણ આયોજન થશે. Rahul Gandhi ની Bharat Jodo Yatra નો આ બીજો એપિસોડ છે, જેમાં Congress ના નેતાએ કન્યાકુમારીથી કાશ્મીરની યાત્રા કરી હતી. 3500 કિલોમીટરની Bharat Jodo Yatra 12 રાજ્યોમાંથી પસાર થઈ હતી. ત્યારે આ વખતે ‘Bharat Jodo Nyay Yatra’ માં 15 રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

BJNY News:

Bharat Jodo Nyay Yatra 110 જિલ્લામાંથી પસાર થશે

Congress ને આશા છે કે Rahul Gandhi ની Bharat Jodo Nyay Yatra આગામી લોકસભા ચૂંટણીમાં પાર્ટીની સંભાવનાઓ પર સકારાત્મક અસર કરશે. Rahul Gandhi તેમના 67 દિવસના પ્રવાસમાં 110 જિલ્લામાંથી પસાર થશે. આ યાત્રા 355 લોકસભા બેઠકોને આવરી લેશે જે દેશની કુલ સંસદીય બેઠકોના 65% છે. 2019 ની લોકસભા ચૂંટણીમાં ભાજપે આ 355 બેઠકોમાંથી 236 બેઠકો જીતી હતી, જ્યારે Congress માત્ર 14 બેઠકો જીતવામાં સફળ રહી હતી. આ યાત્રા મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાંથી પણ પસાર થશે, જ્યાં Congress તાજેતરમાં ચૂંટણી હારી હતી.

આ અંગે માહિતી આપતા Congress ના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું કે, ‘છેલ્લા 10 વર્ષમાં થયેલા રાજકીય, આર્થિક અને સામાજિક અન્યાયને ધ્યાનમાં રાખીને આ યાત્રા કાઢવામાં આવી રહી છે. Congress પાર્ટી શરૂઆતમાં ઇમ્ફાલથી યાત્રા શરૂ કરવાની હતી, પરંતુ મણિપુરમાં તણાવપૂર્ણ પરિસ્થિતિને જોતા મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે તેના માટે મંજૂરી આપી ન હતી. તેથી Congress ઇમ્ફાલથી 25 કિમી દૂર થૌબલ જિલ્લામાંથી તેની યાત્રા શરૂ કરી છે. આ યાત્રા દરમિયાન રાહુલ વિવિધ નાગરિક સંગઠનોને મળશે અને જાહેર સભાઓ કરશે.

આ પણ વાંચો: Congress Mission: Bharat Jodo Nyay Yatra નો કાફલો ક્યારે, ક્યાં અને કેવી રીતે નીકળશે