Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Weather Update : શું ગુજરાતમાં Cyclone Biporjoy ત્રાટકશે? જાણો શું છે આગાહી

11:05 AM Jun 05, 2023 | Viral Joshi

ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા ગુજરાત પર વાવાઝોડું ત્રાટકી શકે છે. 7મી જૂને લક્ષદ્વીપ પાસે હવાનું હળવું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થશે જે 12થી 14 જૂન સુધીમાં ગુજરાતના કિનારે ત્રાટકે તેવી શક્યતા છે. વાવાઝોડાની સંભાવનાને લઈને 13 જૂને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.

Cyclone Biporjoy નો ખતરો

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ છે. આ વાવાઝોડાની શરૂઆતની દિશા મુંબઈ અને રત્નાગીરી તરફ હોવાની શક્યતા છે. જે 13 જૂનની આસપાસ ગુજરાતનાં દરિયાકાંઠા નજીક હોઈ શકે છે. વાવાઝોડાને પગલે 13 જૂને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. 13થી 14 જૂન સુધી ગુજરાતનાં દરિયાકિનારે વાવાઝોડાનો ખતરો રહેલો છે.

માછીમારોને દરિયો ના ખેડવા સુચના

વળી હવામાન વિભાગનું એવું પણ અનુમાન છે કે, વાવાઝોડું પાકિસ્તાનનાં કરાંચી તરફ ફંટાઈ શકે તેવું પણ અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. તા. 12,13 અને 14 જૂને સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. તેમજ દરિયા કિનારે 50 થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. વાવાઝોડાની સ્થિતિના કારણે દરિયો તોફાની બનવાની શક્યતાને પગલે માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે.

આ વિસ્તારમાં વરસાદની સંભાવના

દરિયાકાંઠાના વિસ્તારો સિવાય બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી છે. તેમજ પાટણ, મહેસાણા, મોડાસા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હાલની સ્થિતિએ આ વાવાઝોડું 10 જૂનની આસપાસ ગુજરાતના દરિયા કિનારાની નજીક હશે અને તા. 12 થી 14 જૂન દરમિયાન પોરબંદર અને નલિયાના કાંઠે ટકરાઈ શકે છે.

શું કહ્યું હતું અંબાલાલ પટેલે?

ગુજરાતમાં સંભવિત વાવાઝોડાને પગલે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે, હર હંમેશ તા. 8, 9, 10 જુનમાં દરિયામાં પવન બદલાય છે. આ વિશિષ્ટ સ્થિતિના કારણે દરિયો તોફાની બને છે કે વાવાઝોડા આવે છે. બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાય રહ્યો છે. વરસાદ તો થવાની શક્યતા રહેશે જ આ વાવાઝોડા પર નજર રાખવી. લગભગ અરબ સાગરમાં તો મોટું એક વાવાઝોડું ઉદ્ભવવાની શક્યતા છે.

આ પણ વાંચો : હવામાન વિભાગની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.