Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Elon Musk: અરબપતિ એલનની ભારત તરફી બેટિંગ! શક્તિશાળી દેશોને કહ્યું કે…

12:06 PM Jan 23, 2024 | VIMAL PRAJAPATI

Elon Musk: એલન મસ્ક અત્યારે ભારતના સમર્થનમાં આવ્યા છે. ભારતના સમર્થનમાં ટ્વીટ કરીને ભારતના ભરપૂર વખાણ કર્યા છે. ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાઈ સભ્ય બનાવવા માટેની વાત કરી છે. ભારત લાંબા સમયથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય બનવાના પ્રયાસોમાં વ્યસ્ત છે. એનલ મસ્કે કહ્યું છે કે, ભારત પાસે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કાયમી બેઠક નથી તે વાહિયાત વાત છે. Elon Musk સોશિયમ મીડિયા એક્સના માલિક છે અને અજબોપતિ છે. તેમણે હવે ભારતની તરફેણ કરી છે કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી બેઠક હોવી જોઈએ. આવું કહીને તેમણે કાયમી બેઠકના સભ્યોને ઠપકો પણ આપ્યો હતો.

યુએન સંસ્થાઓમાં સુધારો કરવાની જરૂર: એલન

ટેસ્લાના માલિક એવા એલન મસ્કે પોતાની સોશિયમ મીડિયા એપ એક્સ પર કહ્યું કે, ‘યુએન સંસ્થાઓમાં સંશોધનની જરૂર છે. પરંતુ સમસ્યા છે કે, જેની પાસે સત્તા છે તે લોકો સત્તાને છોડવા નથી માંગતા. વિશ્વમાં સૌથી વધારે વસ્તી ધરાવતા દેશ ભારતને યુએનનું કાયમી સભ્ય પદ નથી તે વાહિયા છે. યુએન સંસ્થાઓમાં સુધારો કરવાની જરૂર છે. પૃથ્વી પર સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી બેઠક નથી, તે વાહિયાત છે. મને લાગે છે કે આફ્રિકાને પણ સામૂહિક રીતે કાયમી બેઠક મળવી જોઈએ.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ ભારતની મુલાકાતે

ઉલ્લેખનીય છે કે, પોતાની સોશિયલ મીડિયા એપ પર એલન મસ્કે ટ્વીટ કરીને ભારતની તરફેણ કરી હતી. મહત્વની વાત એ છે કે, તેમનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસ હાલમાં ભારતની પાંચ દિવસની મુલાકાતે છે. એવી સંભાવના છે કે ભારત આ સમયગાળા દરમિયાન સુરક્ષા પરિષદ પર સુધારા માટે પગલાં લેવા દબાણ કરશે.

 આ પણ વાંચો: સોશિયલ મીડિયામાં RIP PAKISTAN થયું ટ્રેન્ડ, જાણો શું છે કારણ

સુરક્ષા પરિષદ સંયુક્ત રાષ્ટ્રના 6 પ્રમુખ અંગોમાંની એક

વાસ્તવમાં દુનિયામાં શાંતિ અને સુરક્ષા માટે જાણીતી સર્વોચ્ચ સંસ્થા સંયુક્ત રાષ્ટ્રની મુખ્ય એકમ સુરક્ષા પરિષદ છે અને તેની પ્રથમ બેઠક 17 જાન્યુઆરી 1946ના રોજ યોજાઈ હતી.સુરક્ષા પરિષદ સંયુક્ત રાષ્ટ્રના 6 પ્રમુખ અંગોમાંની એક છે. ઉલ્લેખનીય છે કે, દુનિયામાં શાંતિ અને સુરક્ષા માટે સુરક્ષા પરિષદ પાસે નિર્ણય લેવાનો અને દંડ કરવાનો અધિકાર છે. આ સાથે સંયુક્ત રાષ્ટ્રમાં કોઈ નવો સભ્ય બનાવાનો પણ અધિકાર તેની પાસે હોય છે. સુરક્ષા પરિષદના માળખાની વાત કરીએ તો તેમાં પાંચ સ્થાયી સભ્યો છે – અમેરિકા, બ્રિટન, ચીન, ફ્રાન્સ અને રશિયા. તેમની પાસે વીટો પાવર છે.