Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Bilkis Bano Case : ગુજરાત સરકાર ફરી પહોંચી સુપ્રીમ કોર્ટ, દાખલ કરી પુનર્વિચારની અરજી

10:10 AM Feb 14, 2024 | Hiren Dave

Bilkis Bano Case : બિલકિશ બાનુના (Bilkis Bano Case) દોષિતોને ફરી જેલ મોકલવા મામલે ગુજરાત સરકાર હવે સુપ્રીમ કોર્ટ પહોંચી છે. ગુજરાત સરકારે બિલકિશના દોષિતોને આજીવનકેદની સજા પુરી થયા પહેલા તેમને મુક્ત કરવાના આદેશને રદ કરવાના નિર્ણય પર પુનર્વિચાર યાચિકા દાખલ કરી છે. સરકારે કોર્ટને તેના નિર્ણયમાં ગુજરાત સરકાર વિરુદ્ધ કરાયેલી કઠોર ટિપ્પણીઓને દૂર કરવાની યાચિકા દાખલ કરી છે.

 

8 જાન્યુઆરીએ બિલકિસ બાનોની અરજી પર સુપ્રીમ કોર્ટે હત્યા અને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા પામેલા 11 દોષિતોને તેમની મુક્તિના 17 મહિના પછી જેલમાં પાછા મોકલવાનો નિર્ણય સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેના નિર્ણયમાં ગુજરાત સરકારના દોષિતોને સમય પહેલા મુક્ત કરવાના આદેશને રદ કર્યો હતો. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે પણ પોતાના નિર્ણયમાં ગુજરાત સરકાર સામે આકરી ટીપ્પણીઓ કરી હતી. રાજ્ય સરકારે તેમને હટાવવાની વિનંતી કરતી રિવ્યુ પિટિશન દાખલ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, અદાલતે તેના નિર્ણયમાંથી ‘બિલ્કીસ બાનો કેસમાં રાજ્યએ ગુનેગારો સાથે કામ કર્યું’ જેવી સરકાર વિરોધી ટિપ્પણીઓને દૂર કરવી જોઈએ.

 

 

ગુજરાત સરકારે તેમની યાચિકામાં જણાવ્યુ છે કે એવી ટિપ્પણીઓ પૂર્વગ્રહ ઉભો કરવાનુ કામ કરે છે. ગુજરાત સરકારે જણાવ્યુ કે તેમને હાઈકોર્ટના 2022ના આદેશ અનુસાર જ કામ કર્યુ છે. સરકારનો નિર્ણય એ સત્તાનો દુરુપયોગ ન હતો. આપને જણાવી દઈએ કે બિલ્કીસ બાનુ કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના નિર્ણયને રદ્દ કરતા ગુનેગારોની સજાની માફી રદ કરી છે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે જ્યાં અપરાધી પર કેસ ચલાવવામાં આવ્યો છે અને સજા સંભળાવવામાં આવી છે ત્યાં માત્ર રાજ્ય જ દોષિતોને માફ કરવાનો નિર્ણય લઈ શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગુજરાત સરકાર ગુનેગારોની સજા માફ કરવાનો નિર્ણય લઈ શકતી નથી, તેના પર મહારાષ્ટ્ર સરકાર નિર્ણય લેશે. ઉલ્લેખનીય છે કે બિલકિસ બાનુ કેસની સુનાવણી મહારાષ્ટ્રમાં થઈ હતી.

 

સુપ્રીમ કોર્ટે આરોપીઓને જેલમાં મોકલવા આપ્યો હતો આદેશ
મહત્વનું છે કે, આ કેસમાં સુપ્રીમ કોર્ટે ખુદ ગુજરાત સરકારને 2022માં મુક્તિ અંગે નિર્ણય લેવા જણાવ્યું હતું. 2022ના નિર્ણયને કારણે જ 1992ના મુક્તિ નિયમો લાગુ કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે અરજીમાં જણાવ્યું છે કે,ગુજરાત રાજ્ય પ્રતિવાદી નંબર-ત્રણ સાથે મિલીભગતથી કામ કરે છે તેવું સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયેલ અવલોકન સંપૂર્ણપણે ગેરવાજબી છે. 8 જાન્યુઆરીના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે આ કેસમાં દોષિત ઠેરવવામાં આવેલા 11 લોકોને આપવામાં આવેલી પ્રતિરક્ષા રદ કરી હતી અને આદેશ આપ્યો હતો કે તેઓને બે અઠવાડિયામાં પાછા જેલમાં મોકલવામાં આવે.

 

 

આ  પણ  વાંચો  – Pulwama Attack : 14મી ફેબ્રુઆરી ભારત માટે ‘બ્લેક ડે’, પુલવામા હુમલાના 5 વર્ષ પૂરા…