Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Breaking News : બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને અમદાવાદ કોર્ટનું તેડું, વાંચો સમગ્ર મામલો 

07:20 PM Sep 22, 2023 | Vipul Pandya
  • ગુજરાતીઓને જાહેર મંચ પરથી ઠગ કહેવાનો મામલો
  • બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને મેટ્રો કોર્ટનું તેડું
  • બદનક્ષી કેસમાં હાજર થવા મેટ્રો પોલિટન કોર્ટે પાઠવ્યું સમન્સ
  • 13 ઓકટોબરના રોજ રૂબરૂ હાજર થવા મેટ્રો કોર્ટનું સમન્સ
  • અગાઉ કોર્ટે અનેક સાક્ષીઓને સાંભળ્યા હતા
  • કોર્ટે પ્રાથમિક દૃષ્ટિએ ગુનો બન્યો હોવાનું નોંધ્યું હતું
  • 13 ઓકટોબરનાં રોજ વિગતવાર સુનાવણી હાથ ધરાશે.
ગુજરાતીઓને જાહેર મંચ પરથી ઠગ કહેવાનું બિહાર (Bihar) ના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ (Tejashwi Yadav)ને ભારે પડયું છે. તેજસ્વી યાદવને બદનક્ષી કેસમાં રુબરુ હાજર થવા મેટ્રો કોર્ટે સમન્સ પાઠવ્યું છે. તેજસ્વી યાદવને 13 ઓક્ટોબરે કોર્ટ સમક્ષ હાજર થવું પડશે.
તેજસ્વી યાદવને 13 ઓકટોબરના રોજ રૂબરૂ હાજર થવું પડશે
બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને મેટ્રો કોર્ટનું તેડું આવ્યું છે. ગુજરાતીઓને જાહેર મંચ પરથી ઠગ કહેવાના એક મામલામાં તેજસ્વી યાદવને કોર્ટ સમક્ષ રુબરુ હાજર રહેવું પડશે. તેજસ્વી યાદવને 13 ઓકટોબરના રોજ રૂબરૂ હાજર થવા મેટ્રો કોર્ટે સમન્સ પાઠવ્યું છે.
કોર્ટે પ્રાથમિક દૃષ્ટિએ ગુનો બન્યો હોવાનું નોંધ્યું
મેટ્રો કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી અને અગાઉ કોર્ટે અનેક સાક્ષીઓને સાંભળ્યા હતા. કોર્ટે પ્રાથમિક દૃષ્ટિએ ગુનો બન્યો હોવાનું નોંધ્યું હતું અને તેના પગલે તેજસ્વી યાદવને બદનક્ષી કેસમાં હાજર થવા મેટ્રો પોલિટન કોર્ટે સમન્સ પાઠવ્યું છે. 13 ઓકટોબરનાં રોજ આ કેસમાં વિગતવાર સુનાવણી હાથ ધરાશે.