Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગુજરાતના દરિયામાંથી ઝડપાયું ડ્રગ્સનું સૌથી મોટુ કન્સાઇનમેન્ટ

11:47 AM May 13, 2023 | Vipul Pandya
ગુજરાતના દરિયા કાંઠેથી અત્યાર સુધીનું સૌથી મોટું ડ્રગ્સ કન્સાઇનમેન્ટ ઝડપાયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ ગુજરાતના દરિયામાંથી નેવી દ્વારા 2500 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો છે.
2500 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો
ગુજરાતના દરિયાઇ માર્ગેથી ડ્રગ્સ ઘુસાડવાના સંખ્યાબંધ મામલા તાજેતરમાં બહાર આવ્યા છે ત્યારે ફરી એક વાર ગુજરાતના દરિયાનો રસ્તા તરીકે ઉપયોગ કરવા ડ્રગ માફિયાઓ સક્રિય બન્યા છે. મળેલી માહિતી મુજબ ઇન્ડિયન નેવીના ઇન્ટેલિજન્સ યુનિટ અને NCBએ ગુજરાતના દરિયામાં સંયુક્ત સર્ચ ઓપરેશન ચલાવીને અંદાજે 2500 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો છે. જેની આંતરરાષ્ટ્રિય બજારમાં 12 હજાર કરોડની કિંમત હોવાનું મનાઇ રહ્યું છે.
ડ્રગ્સ ઇરાનથી આવી રહ્યું
સુત્રોએ કહ્યું કે આ ડ્રગ્સ ઇરાનથી આવી રહ્યું હતું અને ગુજરાતના દરિયા કાંઠે પહોંચે તે પહેલાં જ તેને દરિયામાંથી જ ઝડપી લેવાયું છે. સમગ્ર મામલાની વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે.
217 કરોડનું હેરોઇન
ઉલ્લેખનિય છે કે હજું ગઇ કાલે જ રાજકોટમાં ખંડેરી સ્ટેડિયમની પાસેથી 217 કરોડનું હેરોઇન ઝડપાયું હતું. આ ડ્રગ્સને પાકિસ્તાનથી મોકલાયું હતું અને એક નાઇજીરીયન વ્યક્તિ તેને દિલ્હી લઇ જવાનો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ