Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મોટું આતંકી ષડ્યંત્ર નાકામ, 10-12 કિલો IED ઝડપાયું

09:39 PM Apr 25, 2023 | Vipul Pandya

જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) છેલ્લા કેટલાક દિવસોથી આતંકી ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે રવિવારે પણ રાજ્યમાં બે ઘટનાઓ ઘટી હતી. જમ્મુ કાશ્મીર પોલીસ અનુસાર ત્રાલના બેગુંડ વિસ્તારમાંથી 10 થી 12 કિલોગ્રામ IED જપ્ત કરાયું છે.  પોલીસને આ અંગે બાતમી મળી હતી જે બાદ ઓપરેશન હાથ ધરી IED જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો. આ સિવાય શ્રીનગરમાં આતંકીઓએ લોકો પર ગ્રેનેડ ફેંકવાની ઘટના પણ બની છે.

શ્રીનગરના નિશાન વિસ્તારમાં આતંકીઓએ રવિવારે લોકો પર ગ્રેનેડ ફેંકીને હુમલો કર્યો હતો. આ હુમલા દરમિયાન ઓછી તિવ્રતાનો બ્લાસ્ટ થયો હતો. જેમાં ઘટના સ્થળે રહેલાં થોડાં લોકો ઈજાગ્રસ્ત થયાં હોવાની વિગત સામે આવી રહી છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે તુરંત હોસ્પિટલમાં એડમીટ કરાવવામાં આવ્યા હતા. તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તમામને રજા આપી દેવામાં આવી છે. આ મામલે ફરિયાદ નોંધાઈ ચુકી છે. સાથે જ આતંકીઓની શોધખોળ શરૂ છે.

આ પહેલા જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં LoC પાસે રવિવારે સેનાના જવાનોએ લશ્કર-એ-તૈયબાના ગાઈડને ગોળી માર્યા બાદ ધરપકડ કરી લેવામાં આવી જે પાકિસ્તાન સેનાના સિક્ટ્રેટ યૂનિટ માટે કામ કરી ચુક્યો છે. પોલીસ ઓફિસરોએ જણાવ્યું કે, પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરના સબ્જકોટ ગામના નિવાસી 32 વર્ષિય તબરીક હુસૈન જ્યારે LoC પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો તેથી તેની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમના અનુસાર 6 વર્ષમાં તેની આ બીજી વખત ધરપકડ કરવામાં આવી છે.
અધિકારીઓ પ્રમાણે અગાઉ તે અને તેનો ભાઈ 26 મહિના સુધી કેદમાં રહ્યાં હતા બાદમાં તેમને પાકિસ્તાન (Pakistan) મોકલી દેવામાં આવ્યા હતા. આ વખતે તેન ફિદાયીન હુમલો કરવાની યોજના હતી. તેમના અનુસાર જ્યારે સેનાએ તેને ઈજાગ્રસ્ત હાલતે પકડ્યો તો તે બોલ્યો કે, ‘હું મરવા આવ્યો હતો મને દગો આપવામાં આવ્યો. ભાઈજાન મને અહીંથી કાઢો.’ અધિકારીઓએ જણાવ્યું કે, તેમના ગૃપ્ત અંગો અને બગલના વાળા સાફ કરેલા હતા. જે આતંકીઓ ત્યારે કરે છે જ્યારે તે આત્મઘાતી મિશન પર હોય.