+

NCBને મોટી સફળતા, 15,000 એલએસડી ડ્રગ્સ સાથે 6 પકડાયા

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ખતરનાક ડ્રગ્સની દાણચોરી કરતી મોટી ગેંગનો પર્દાફાશ કરતા 6 ડ્રગ પેડલર્સની ધરપકડ કરી છે. એનસીબીએ 15,000 એલએસડી ડ્રગ્સ જપ્ત કર્યું છે જે વ્યાવસાયિક જથ્થા કરતા 2.5 ગણી…
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ખતરનાક ડ્રગ્સની દાણચોરી કરતી મોટી ગેંગનો પર્દાફાશ કરતા 6 ડ્રગ પેડલર્સની ધરપકડ કરી છે. એનસીબીએ 15,000 એલએસડી ડ્રગ્સ જપ્ત કર્યું છે જે વ્યાવસાયિક જથ્થા કરતા 2.5 ગણી છે. તેની વાણિજ્યિક માત્રા .1 ગ્રામ છે. એલએસડી ડ્રગ્સ ખૂબ જ ખતરનાક છે.
બે દાયકામાં એનસીબીની આ સૌથી મોટી જપ્તી 
એનસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જ્ઞાનેશ્વર સિંહે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે છેલ્લા બે દાયકામાં એનસીબીની આ સૌથી મોટી જપ્તી છે. તેમણે કહ્યું કે આ એક એવું નેટવર્ક હતું જેના તાર દિલ્હી એનસીઆર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ વગેરેમાં ફેલાયેલા હતા અને પોલેન્ડ, નેધરલેન્ડ, અમેરિકા સાથે પણ જોડાયેલા હતા. નેટવર્કમાં મોટાભાગે શિક્ષિત લોકોનો સમાવેશ થાય છે અને તેના ગ્રાહકો યુવાનો અને વિદ્યાર્થીઓ છે.

એલએસડી ડ્રગ્સ વિદેશથી આયાત કરાયુ હતું
જ્ઞાનેશ્વર સિંઘે જણાવ્યું કે તે કોમર્શિયલ જથ્થામાં એલએસડી વેચવાનું એક મોટું નેટવર્ક હતું જે તેને પોલેન્ડ, નેધરલેન્ડ અને અમેરિકા જેવા દેશોમાંથી મંગાવીને ભારતમાં સપ્લાય કરતું હતું. તેઓ સોશિયલ મીડિયા દ્વારા લોકો સાથે જોડાતા હતા અને યુપીઆઈ દ્વારા પૈસા લેતા હતા. દરોડામાં એલસીડીના 15,000 બ્લોટ્સ જપ્ત કરવામાં આવ્યા હતા, જે કોમર્શિયલ જથ્થા કરતાં લગભગ 2.5 હજાર ગણા છે. આ એક સિંથેટીક ડ્રગ છે અને ખૂબ જ હાનિકારક છે.
ધંધો ડાર્ક નેટ, ક્રિપ્ટો કરન્સી અને ફોરેન પોસ્ટ ઓફિસ દ્વારા ચાલતો
તેમણે કહ્યું કે ભારત ડ્રગ્સનો મોટો ગ્રાહક દેશ બની રહ્યો છે. આ ધંધો ડાર્ક નેટ, ક્રિપ્ટો કરન્સી અને ફોરેન પોસ્ટ ઓફિસ દ્વારા ચાલતો હતો. 4 લાખ રોકડા મળી આવ્યા છે, જ્યારે 20 લાખ ખાતામાં મળી આવ્યા છે. ક્રિપ્ટો બેલેટ તપાસ હેઠળ છે. આ લોકો સોશિયલ મીડિયા દ્વારા ડ્રગ્સનું વેચાણ કરતા હતા. નોઈડાનો એક કોલેજનો વિદ્યાર્થી જે મૂળ ગોવાનો છે તે આ કેસમાં સૌથી પહેલા પકડાયો હતો. આ પછી સિન્ડિકેટને ખબર પડી તો દિલ્હીનો એક છોકરો પકડાયો. તેમની ગેંગમાં એક છોકરી પણ હતી, તે પણ એનસીઆરમાંથી પકડાઈ હતી. ત્યારે જયપુરમાંથી એક વ્યક્તિ ઝડપાયો જે આ સમગ્ર ગેમનો માસ્ટર માઈન્ડ હતો. ત્યારબાદ પુણેની પોસ્ટ ઓફિસમાંથી એલએસડી મળી આવી હતી. ત્યારબાદ નોઈડાના 2 અને કેરળના 2 લોકો ઝડપાયા હતા. એલએસડી પોલેન્ડ અને નેધરલેન્ડથી આવે છે અને ભારત તેનું હબ બની રહ્યું છે. તેઓ ઇન્સ્ટા અને વિકર દ્વારા જૂથો બનાવીને તેમના લક્ષ્યો શોધતા હતા. જયપુરથી પકડાયેલ વ્યક્તિ MNCમાં કામ કરે છે. યુવતી ગ્રેજ્યુએટ છે.
12,000 કરોડ રૂપિયાનું ડ્રગ પકડાયું હતું
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ નેવી અને કોસ્ટ ગાર્ડની સાથે NCB દ્વારા સંયુક્ત ઓપરેશનમાં ભારતની દરિયાઈ સરહદમાં કેરળના કિનારેથી ડ્રગ્સનું મોટો કન્સાઈનમેન્ટ ઝડપાયો હતો. તેમની કિંમત આશરે 12,000 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી.
Whatsapp share
facebook twitter