Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Election 2024: લોકસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર, BJP એ કરી મતદાનનો સમય વધારવા રજૂઆત

05:58 PM May 05, 2024 | VIMAL PRAJAPATI

Lok Sabha Election 2024: ગુજરાતમાં અત્યારે 2024ની લોકસભા ચૂંટણી(Election)ને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોતાના દરેક કામ પડતા મુકીને મતદાન કરવામાં માટે જવાની તૈયારી રાખીને બેઠા છે. નોંધનીય છે કે, 7 તારીખે ત્રીજા તબક્કાના મતદાનમાં ગુજરાતમાં મતદાન થવાનું છે. મતદાનને લઈને ચૂંટણી પંચ (Election Campaign) દ્વારા પર સારી એવી તૈયારીઓ કરવામાં આવી છે. મતદાન કરવું એ વિશ્વની સૌથી મોટી લોકશાહી માટે અત્યંત જરૂરી છે. મત કોને આપવું એ બધાની વ્યક્તિગત પસંદ હોય છે પરંતુ મતદાન કરવું ખુબ જ આવશ્યક છે.

ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચને રજૂઆત

નોંધનીય છે કે, ચૂંટણી (Election) પ્રચાર આજે થંભી જવાનો છે. હવે કોઈ પણ પાર્ટી ચૂંટણી લક્ષી પ્રચાર કરી શકશે નહીં. તમને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીને લઈને મતદાન માટે મોટા સમાચાર સામે આવ્યા છે. અત્યારે ખુબ જ ગરમી પડી રહીં છે. લોકો ગરબીથી ત્રાહીમામ થઈ ગયા છે. જેથી ભાજપ દ્વારા મતદાનનો સમય વધારવા રજૂઆત કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચને મતદાન માટે એક કલાક સમય વધારવા રજૂઆત કરી છે. નોંધનીય છે કે, અત્યારે ચૂંટણીનો સમય સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત કરી છે. જેથી ગરમીના કારણે મતદાન પર અસર ન થાય.

ગુજરાતમાં 7 તારીખે મતદાન યોજાશે

ઉલ્લેખનીય છે કે, ત્રીજા તબક્કાના મતદાનમાં 7 તારીખે ગુજરાતમાં મતદાન થવાનું છે. જેને લઈને ચૂંટણી પંચ દ્વારા તેની ખાસ તૈયારીઓ પણ કરવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે વધારેમાં વધારે મતદાન થાય તે માટે મતદાન જાગૃતિ માટે ખાસ પ્રચાર પ્રસાર પણ કરવામાં આવ્યો છે. પરંતુ આ દરમિયાન મતદાન ઓછું ના થાય અને લોકોને મતદાન માટે ગરમીને લઈને અડચણ ના આવે તેના માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પંચને રજૂઆત કરવામાં આવી છે કે, મતદાનમાં એક કલાકનો સમય વધારીને સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીનો કરવામાં આવે.

આ પણ વાંચો: Election 2024: મતદાન માટે ચૂંટણી કાર્ડ સિવાય ક્યા દસ્તાવેજો માન્ય રહેશે? આ રહી યાદી

આ પણ વાંચો: Gujarat: લોકશાહીના મહાપર્વની ઉજવણી માટે ખાનગી બસોનું બુકિંગ વધ્યું, મતદાન કરવા કરાઈ ખાસ અપીલ

આ પણ વાંચો: ભાજપનો અંતિમ દાવ! ક્ષત્રિય સમાજને લખ્યો ખાસ પત્ર, રૂપાલા અંગે કહી મોટી વાત