+

Sanjay Nirupam વિરુદ્ધ કોંગ્રેસની મોટી કાર્યવાહી, 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા…

કોંગ્રેસે બુધવારે સંજય નિરુપમ (Sanjay Nirupam) વિરુદ્ધ કાર્યવાહી કરી અને તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા. કોંગ્રેસે તેમને છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. પાર્ટી વિરોધી નિવેદનબાજીના કારણે સંજય નિરુપમ (Sanjay…

કોંગ્રેસે બુધવારે સંજય નિરુપમ (Sanjay Nirupam) વિરુદ્ધ કાર્યવાહી કરી અને તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા. કોંગ્રેસે તેમને છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. પાર્ટી વિરોધી નિવેદનબાજીના કારણે સંજય નિરુપમ (Sanjay Nirupam) વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. કોંગ્રેસે કહ્યું કે પૂર્વ સાંસદ સંજય નિરુપમ (Sanjay Nirupam)ને પાર્ટી વિરોધી નિવેદનો અને અનુશાસનહીનતાના આરોપમાં પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. પાર્ટીના ઓર્ગેનાઈઝેશન જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંજય નિરુપમ (Sanjay Nirupam)ને પાર્ટીમાંથી છ વર્ષ માટે હાંકી કાઢવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

સ્ટાર પ્રચારકોની યાદીમાંથી નામ કાઢી નાખવામાં આવ્યું હતું…

અગાઉ, કોંગ્રેસના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ નાના પટોલેએ મુંબઈમાં પાર્ટીની પ્રચાર સમિતિની બેઠકમાં હાજરી આપ્યા બાદ પત્રકારોને કહ્યું હતું કે, કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદીમાંથી નિરુપમનું નામ હટાવી દીધું છે અને શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

નિરુપમ ગુરુવારે પોતાનું સ્ટેન્ડ આપશે…

સંજય નિરુપમે (Sanjay Nirupam) કહ્યું છે કે તેઓ ગુરુવારે પોતાનું સ્ટેન્ડ આપશે. કોંગ્રેસ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું હતું કે જે પાર્ટી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહી છે તેણે મારા માટે કાગળ, પેન અને શક્તિ વેડફવી જોઈએ નહીં. આનો ઉપયોગ પાર્ટીને બચાવવા માટે થવો જોઈએ. મેં પાર્ટીને આપેલી ડેડલાઈન આજે પૂરી થઈ રહી છે. હું તમને મારા આગલા પગલા વિશે કાલે કહીશ.

કોંગ્રેસની પ્રદેશ નેતાગીરીને નિશાન બનાવવામાં આવી હતી…

ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT) એ મુંબઈ ઉત્તર-પશ્ચિમ બેઠક સહિત મુંબઈની 6 માંથી ચાર લોકસભા બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કર્યા પછી નિરુપમે કોંગ્રેસના રાજ્ય નેતૃત્વ પર નિશાન સાધ્યું હતું. કહેવાય છે કે નિરુપમ મુંબઈ નોર્થ-વેસ્ટ સીટ પરથી ચૂંટણી લડવા માંગતા હતા.

શિવસેના (UBT) વિશે આ કહ્યું…

નિરુપમે, જે મુંબઈ ઉત્તરના સાંસદ હતા, તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ નેતૃત્વએ શિવસેના (UBT)ના દબાણ સામે ઝુકવું જોઈએ નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે મુંબઈમાં એકપક્ષીય રીતે ઉમેદવાર ઉતારવાના શિવસેના (UBT)ના નિર્ણયને સ્વીકારવું એ કોંગ્રેસને ખતમ કરવાની પરવાનગી આપવા સમાન છે.

આ પણ વાંચો : Vijender Singh: કોંગ્રેસના અરમાનો પર ફરી વળ્યું પાણી, બોક્સર વિજેન્દર સિંહે ધારણ કર્યો કેસરિયો

આ પણ વાંચો : Sanjay Nirupam: સંજય નિરુપમ સામે કોંગ્રેસની કાર્યવાહી, સ્ટાર પ્રચારકોની યાદીમાંથી નામ હટાવી દીધું

આ પણ વાંચો : AAP Sanjay Singh: આપ સાંસદ બહાર આવતાની સાથે સરકાર સામે હુંકાર કર્યો, જેલના તાળા તોડવામાં આવશે!

Whatsapp share
facebook twitter