Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Twitter માં મોટો ફેરફાર, PM મોદી, ગૃહમંત્રીશ્રી સહિત ઘણા લોકોના એકાઉન્ટમાંથી બ્લૂ ટિક ગાયબ

06:56 AM Apr 28, 2023 | Vipul Pandya

Twitter પર એલોન મસ્ક ઘણા ફેરફાર કરી રહ્યાં છે. તેમણે Twitter Blue સબ્સક્રિપ્શન ફીચર જારી કર્યું છે. આ સિવાય ટિકને પણ ત્રણ કલરમાં આપવામાં આવી રહ્યું છે. પહેલા માત્ર બ્લૂ ટિક આપવામાં આવતું હતું. તેમાં ફેરફારની અસર આજે દેખાવા લાગી છે. ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના એકાઉન્ટમાંથી બ્લૂ ટિક હટી ગયું છે. 
પરંતુ તેનો અર્થ એવો નથી કે તેમનું એકાઉન્ટ વેરિફાઇડ નથી. તેમના નામની આગળ હવે ગ્રે કલરનું ટિક દેખાવા લાગ્યું છ. એકાઉન્ટ હેન્ડલની નીચે India Government Official નો ટેગ ગ્રે કલરમાં જોવા મળી રહ્યો છે. આ ફેરફાર નવી વેરિફિકેશન સિસ્ટમ હેઠળ કરવામાં આવી રહ્યો છે. 
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહના એકાઉન્ટની આગળ ગ્રે ટિક
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિવાય ગૃહમંત્રી અમિત શાહ, નિતિન ગડકરી, પીયૂષ ગોયલના એકાઉન્ટમાં પણ બ્લૂ ટિક હટી ગયું છે. તેમના નામની આગળ હવે ગ્રે કલરનું ટિક જોવા મળશે. કંપનીએ પહેલાં જ સ્પષ્ટ કરી દીધુ હતું કે ગ્રે ટિક માત્ર સરકાર સાથે જોડાયેલા લોકોને આપવામાં આવશે. 
કંપનીએ પોતાની પોલિસી પાછલા સપ્તાહે બદલી હતી
પરંતુ હજુ રાજ્યોના મુખ્યમંત્રીઓને ગ્રે ટિક આપવામાં આવી રહ્યું નથી. તે સ્પષ્ટ નથી કે ભારતમાં વિપક્ષના નેતાઓની સાથે ગ્રે ટિક લાગશે કે નહીં. કંપનીએ પોતાની પોલિસી પાછલા સપ્તાહે બદલી હતી. તેનાથી બિઝનેસ એકાઉન્ટને ગોલ્ડ ટિક આપવામાં આવી રહ્યું છે. 
જ્યારે સરકારના એકાઉન્ટને ગ્રે અને સામાન્ય યૂઝર્સને બ્લૂ ટિક સબ્સક્રિપ્શન લેવા પર આપવામાં આવશે. આ ફીચરને કંપની ધીમે-ધીમે રોલઆઉટ કરી રહી છે. એટલે કે આવનારા સમયમાં બીજા એકાઉન્ટમાં ગ્રે ટિક જોવા મળશે.