Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આમ આદમી પાર્ટીને મોટો ફટકો, 10 કોર્પોરેટરો પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા

12:01 AM Apr 15, 2023 | Vishal Dave

2024ની લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને સુરતમાં સૌથી મોટો ફટકો પડ્યો છે.. આમ આદમી પાર્ટીના 10 કોર્પોરેટરો ભાજપમાં જોડાઇ ગયા છે. આમ આદમી પાર્ટીના જે કોર્પોરેટરોએ કેસરીયો ખેસ ધારણ કર્યો છે તેનાનામો પર નજર કરીએ તો

ભાજપમાં કયાં 10 કોર્પોરેટરો જોડાયા ?

ઘનશ્યામ મકવાણા
રુતા ખેની
જ્યોતિ લાઠીયા
ભાવના સોલંકી
વિપુલ ભાઈ મોવલિયા
સ્વાતિ બેન કયાડા
નિરાલી બેન પટેલ
ધર્મેન્દ્ર બાવળિયા
અશોક ધામી
કિરણ ભાઈ

શું કહ્યું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ?

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તમામ 10 કોર્પોરેટરોને ભાજપમાં આવકાર આપ્યો છે.. આ પ્રસંગે તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીની નીતિ આ ક્યાંકને ક્યાંક આ કોર્પોરેટરોને તેમના વિસ્તારમાં વિકાસના કામો કરવામાં નડતરરૂપ થતી હતી ત્યારે હવે ભાજપમાં જોડાઇમાં તેઓ સુરત શહેરના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકશે.

2024ની ચૂંટણી પહેલા મોટો ફટકો 

2024માં લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના આટલી મોટી સંખ્યામાં એક સાથે કોર્પોરેટરોનું ભાજપમાં જોડાઇ જવું આમ આદમી પાર્ટી માટે સૌથી મોટો ફટકો માનવામાં આવે છે.