Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

US: જો બિડેને ઝેલેન્સકીને વ્હાઇટ હાઉસમાં મીટિંગ માટે આમંત્રણ આપ્યું, યુક્રેનની જરૂરિયાતો પર કરાશે બેઠકમાં ચર્ચા

08:47 AM Dec 11, 2023 | Hiren Dave

યુક્રેનના રાષ્ટ્રપતિ ફરી એકવાર અમેરિકાની મુલાકાતે જવાના છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને યુક્રેનના રાષ્ટ્રપતિને રવિવારે આમંત્રણ આપ્યું છે. બેઠક દરમિયાન બંને નેતાઓ યુક્રેનની ઊર્જા જરૂરિયાતો પર ચર્ચા કરશે. આ દરમિયાન બિડેન વોશિંગ્ટન અને કિવ વચ્ચેના સંબંધોને મજબૂત કરવાનો સંદેશ આપશે. તમને જણાવી દઈએ કે, આ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ સપ્ટેમ્બરમાં પણ અમેરિકા ગયા હતા.યુક્રેન વિરૂદ્ધ રશિયાના હુમલા વધ્યાંમીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાષ્ટ્રપતિ બિડેને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીને 12 ડિસેમ્બરે વ્હાઇટ હાઉસમાં આમંત્રણ આપ્યું છે. બિડેનનું કહેવું છે કે રશિયાએ યુક્રેન વિરુદ્ધ મિસાઈલ અને ડ્રોન હુમલા તેજ કર્યા છે. તેથી હવે આ બેઠક મહત્વની બની ગઈ છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરીન જીન-પિયરે આમંત્રણ અંગે નિવેદન બહાર પાડ્યું હતું. નિવેદન અનુસાર, બિડેન યુક્રેનના લોકો પ્રત્યે અમેરિકાની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે.

તેથી જ ઝેલેન્સકીની મુલાકાત ખાસતમને જણાવી દઈએ કે, ઝેલેન્સકીની અમેરિકા મુલાકાત એટલા માટે પણ ખાસ માનવામાં આવે છે કારણ કે હાલમાં અમેરિકાનું યુક્રેન સહાય પેકેજ કોંગ્રેસમાં અટવાયું છે. એવી અપેક્ષા છે કે ઝેલેન્સકીની મુલાકાત બાદ કોંગ્રેસની કાર્યવાહીમાં વેગ આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કિવ અને મોસ્કો વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી વોશિંગ્ટન યુક્રેનને સૈન્ય અને માનવતાવાદી મદદ કરી રહ્યું છે. યુક્રેનને કારણે બિડેને રશિયા સામે પણ ઘણા પ્રતિબંધો લગાવ્યા છે.

સપ્ટેમ્બરમાં પણ પ્રવાસ કર્યો હતોસપ્ટેમ્બરમાં તેમની છેલ્લી મુલાકાત દરમિયાન તેઓ વ્હાઇટ હાઉસમાં બિડેનને મળ્યા હતા. બિડેનની સાથે, ઝેલેન્સકીએ યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના તત્કાલિન સ્પીકર કેવિન મેકકાર્થી, હાઉસ ડેમોક્રેટિક નેતા હકીમ જેફરીઝ અને યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના પ્રતિનિધિઓ સાથે પણ બેઠકો યોજી હતી.

આ  પણ  વાંચો –માનવતા મરી પરવારી, દુનિયાની તાકતો આ યુદ્ધને માત્ર જોઇ રહી, હજારો માર્યા ગયા