+

Bhupendra Patel : સાણંદમાં CM એ પૂછ્યું – બધા શાંત કેમ છો ? અમિતભાઈ જે આપ્યું એ પછી પણ શાંત…

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) સાણંદના (Sanand) છરોડી ખાતે યોજાયેલ જાહેર સભામાં ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન તેમણે સાણંદ, બાવળા અને વિરમગામ તાલુકાના નડકાંઠા વિસ્તારમાં સુચાઈ સુવિધા અને રૂ. 402…

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) સાણંદના (Sanand) છરોડી ખાતે યોજાયેલ જાહેર સભામાં ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન તેમણે સાણંદ, બાવળા અને વિરમગામ તાલુકાના નડકાંઠા વિસ્તારમાં સુચાઈ સુવિધા અને રૂ. 402 કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કર્યું હતું. આ સભામાં મોટી સંખ્યામાં સાણંદ, બાવળા અને વિરમગામ વિસ્તારમાંથી લોકો આવ્યા હતા.

આજે અમદાવાદ જિલ્લાના સાણંદના છરોડી (Chharodi) ખાતે આયોજિત જાહેરસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) હાજર રહ્યા હતા અને સાણંદ, બાવળા અને વિરમગામ તાલુકાના નડકાંઠા વિસ્તારમાં સુચાઈ સુવિધા અને રૂ. 402 કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કર્યું હતું. દરમિયાન તેમણે ત્યાં હાજર તમામ લોકોને સંબોધિત કરતા પૂછ્યું હતું કે, બધા શાંત કેમ છો ? સીએમએ કહ્યું કે, અમિતભાઈ જે આપ્યું એ પછી પણ શાંત, થોડો ઉત્સાહ બતાવો બાકી રહેલા કામ પણ થઈ જશે. તેમણે જણાવ્યું કે, અમિતભાઈ શાહ (Amit Shah) આવવાના હતા પણ સંજોગો બદલાયા એટલે તે દિલ્હી જવા રવાના થઈ ચૂક્યા છે. વિશ્વ નેતા અને યશસ્વી નેતા નરેન્દ્રભાઈ મોદી (PM Modi) અને અમિત શાહની આ જોડીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે કે નાનામાં નાના લોકો સુધી કેમ પહોચવું?

સાણંદમાં 40 વર્ષ જૂનો પાણીના પ્રશ્નનો ઉકેલ આવ્યો : ભૂપેન્દ્ર પટેલ

સીએમ ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) આગળ કહ્યું કે, ગાંધીનગર (Ghandhinagar) લોકસભા વિસ્તારમાં આજે અનેક કામો થયા છે. સાણંદ વિસ્તારમાં પણ 40 વર્ષ જૂનો પાણીના પ્રશ્નનો ઉકેલ આવ્યો છે. સીએમએ કહ્યું કે, 39 ગામો માટે રૂ. 403 કરોડના ખર્ચે પાણી પહોચાડવામાં આવશે. આ કામ માટે વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યો છે અને 1 વર્ષમાં લોકોને પાણી મળી જશે. નર્મદાનું પાણી દરેક વિસ્તારમાં મળે તે માટે અમિતભાઇ એ કામો કર્યા છે. સીએમ ભપેન્દ્ર પટેલે કહ્યું કે, પહેલા વારંવાર રજૂઆત કરવા પછી રૂ. 1 કરોડનું ફંડ આવતું હતું. પરંતું હવે એક જ દિવસમાં કરોડો રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત થઈ રહ્યું છે. આજે ફરી એક વખત અમિતભાઇ શાહ (Amit Shah) દ્વારા 576 જેટલા આવાસ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

અમિતભાઈ શાહની કામગીરીથી દરેક લોકોએ શીખવું જોઈએ : ભૂપેન્દ્ર પટેલ

સીએમ ભૂપેન્દ્ર પટેલે આગળ કહ્યું કે, અમિતભાઈ શાહની (Amit Shah) કામગીરીથી દરેક લોકોએ શીખવું જોઈએ. દેશનું ધ્યાન રાખવાનીને સાથે-સાથે તેમના નેજા હેઠળ ગાંધીનગર લોકસભામાં 23 હજાર કરોડની કામગીરી કરવામાં આવી. અમિતભાઈ દેશની એક માત્ર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવા જઇ રહ્યા છે. આ સાથે અમિતભાઈ શાહે ગાંધીનગર (Ghandhinagar) લોકસભા દેશની સૌથી સુંદર લોકસભા બને તેવો પણ સંકલ્પ લીધો હતો. ગામની પ્રતિષ્ઠા વધે તેવા તળાવોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. હવે, આ ગામ અને તળાવની સ્વચ્છતા રાખવાની જવાબદારી તમારી છે. જણાવી દઈએ કે, આજે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ (Amit Shah) સાણંદ (Sanand) ખાતે વિવિધ વિકાસકાર્યોનાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના હતા પરંતુ, કોઈ કારણવશ તેમણે આ કાર્યક્રમ રદ કર્યો હતો અને દિલ્હી જવા રવાના થયા હતા.

 

આ પણ વાંચો – Surat : પલસાણામાં રમતી વેળાએ વીજ કરંટ લાગતા એક માસૂમનું મોત, એક ગંભીર રીતે દાઝ્યો

Whatsapp share
facebook twitter