+

ભાવનગર મનપા કચેરીની કામગીરી સામે શખ્સનો અનોખો વિરોધ, વીડિયો જોશો તો કાળજું કંપી જશે

ભાવનગરના એક નાગરિકે મનપા કચેરી ખાતે પોતાની વેદના ઠાલવીકેબિનમાં ઈલેક્ટ્રિકનું કામ કરતા અને પરિવારનું ગુજરાન ચલાવતા સુરેશભાઈની વેદનાતેઓનું કેબીન મનપા દબાણ હટાવની ટીમે જપ્ત કર્યુંતેમની રોજીરોટી છીનવાઈ જતા તેઓ અને તેમના પત્ની મનપા કચેરીએ આવ્યાતેમની વેદના ઠાલવતા ભાવનગરના નેક નામદાર રાજવીઓને યાદ કરીને તંત્રને ધ્યાન દોર્યુંઆ દરમિયાન તેમને હાર્ટ એટેક આવતા સારવાર માટે હોસ્પિàª
  • ભાવનગરના એક નાગરિકે મનપા કચેરી ખાતે પોતાની વેદના ઠાલવી
  • કેબિનમાં ઈલેક્ટ્રિકનું કામ કરતા અને પરિવારનું ગુજરાન ચલાવતા સુરેશભાઈની વેદના
  • તેઓનું કેબીન મનપા દબાણ હટાવની ટીમે જપ્ત કર્યું
  • તેમની રોજીરોટી છીનવાઈ જતા તેઓ અને તેમના પત્ની મનપા કચેરીએ આવ્યા
  • તેમની વેદના ઠાલવતા ભાવનગરના નેક નામદાર રાજવીઓને યાદ કરીને તંત્રને ધ્યાન દોર્યું
  • આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
સોશિયલ મીડિયામાં ભાવનગરનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમા એક શખ્સ રસ્તા વચ્ચે બેસીને ટિમ્બાલી વગાડતા મનપાનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, આ શખ્સ ભાવનગર ખાતે એક કેબિનમાં ઈલેક્ટ્રોનિકનું કામ કરતા હતા. આ શખ્સનું કહેવું છે કે, તેમની આ કેબિન તેમની રોજીરોટી કમાવવાનું એકમાત્ર સ્થાન હતું. જેને મનપા દબાણ હટાવની ટીમે જપ્ત કર્યું છે. પોતાની રોજીરોટી છીનવાઈ જતા તે ભાવનગરના રાજવી પરિવારને યાદ કરતા મનપા કચેરીએ એક અનોખી રીતે વિરોધ કરવા પહોંચ્યા હતા.
કેબિનમાં ઈલેક્ટ્રિકનું કામ કરતા અને પરિવારનું ગુજરાન ચલાવતા સુરેશભાઈની વેદના જેણે પણ સાંભળી તેના કાળજામાં કંપન શરૂ થવા લાગ્યું.  તેઓનું કેબીન મનપા દબાણ હટાવની ટીમે જપ્ત કરી હતી. તેમની રોજીરોટી છીનવાઈ જતા તેઓ અને તેમના પત્ની મનપા કચેરીએ આવ્યા હતા. તેમની વેદના ઠાલવતા ભાવનગરના નેક નામદાર રાજવીઓને યાદ કરીને તંત્રને ધ્યાન દોર્યુ. જોકે, તેમને આ સમયે હાર્ટ એટેક આવતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જણાવી દઇએ કે, ભાવનગરમાં છેલ્લા ઘણા સમયથી મનપા દ્વારા શહેરના વિવિધ સ્થળે અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ થઇ છે. તેવામાં ત્રણ દિવસ પૂર્વે શહેરના કલચારિયા પરા વિસ્તારમાં ઈલેક્ટ્રોનિકની કામગીરી કરતા સુરેશભાઈનું કેબીન હટાવવામાં આવતા સુરેશભાઈએ મનપા કચેરીએ અનોખો વિરોધ કર્યો હતો. મનપા કચેરીએ તેમના પત્ની સાથે નગારું વગાડીને તેમણે ભાવનગરના રાજવી પરિવારને યાદ કર્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, ભાવેણાને ખોટા લોકોને આપી દીધું છે. સામાન્ય વર્ગના નાના લોકોની રોજીરોટી છીનવી રહ્યા છે. દબાણ દૂર કરવાના બહાને ગરીબોની રોજીરોટી છીનવી રહ્યા છે. તેમણે નેક નામદાર રાજવીને ફરિયાદ કરી તેમની વેદના ઠાલવી હતી.

 

ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી રોડ-રસ્તાઓ પરના દબાણો દુર કરવાની મનપા દ્વારા ઝૂંબેશ ચાલી રહી છે. શહેરના સિટી વિસ્તાર અને રિંગ રોડ પરના દબાણો હટાવવાની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરની મધ્યમાં આવેલી શાકમાર્કેટમાંથી ગેરકાયદે ખડકી દેવામાં આવેલા દબાણો અને લારી ગલ્લાઓ મનપાના દબાણ હટાવની ટીમે હટાવી દીધા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter